અચ્છે દિનના લોભામણા સુત્રો સાથે સત્તા પર આવેલી ભાજપ સરકારની જનતા સાથે છેતરપીંડી: મનિષ દોશી
ગેસ સીલીન્ડરમાં 50 રૂપિયાનો ફરી એક વખત વધારો ઝીકીને ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગને જીવન જીવવુ મુશ્કેલ બનાવી દેનાર ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી અને આર્થિક હાલાકીમાં મોંઘવારીના બેફામ મારથી સામાન્ય – મધ્યમવર્ગને જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. કિરાણા ખર્ચમાં છ મહિનામાં 9.3 ટકા અને બે વર્ષમાં 44.97 ટકાનો જંગી વધારાથી મહિને ઘરના બે છેડા ભેગા કરવામાં ભારે મુશ્કેલીનો ગૃહિણીઓ સામનો કરી રહી છે. ઘરના બજેટ પણ ખોરવાઈ ગયા છે. અચ્છે દિન ના લોભામણા સૂત્રો આપીને દેશની જનતા સાથે ભાજપ સરકારે છેતરપિંડી કરી છે, મોંઘવારી અત્યારે ઐતિહાસિક સ્તર પર છે, એલપીજીમાં 50 રૂપિયાનો વધારો, એલપીજીમાં ં 28નો વધારો, નવા કનેક્શન માટે ડિપોઝિટ બમણી કરી શું આ છે અચ્છેદિન…!, આરોગ્ય સેવા, શિક્ષણ, યુનિફોર્મ, સ્ટેશનરી, પાઠ્યપુસ્તકોમાં 25 થી 40 ટકાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. ગૃહિણીનું બજેટ ખોરવાય તે રીતે રાંધણ ગેસના ભાવ સતત વધી રહ્યા છે. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર વખતે એલપીજી સિલેન્ડર રૂ. 430માં મળતો તે હવે હજારને પાર પહોંચ્યો છે, મોદી સરકારે જીડીણી વધારવાનો વાયદો કર્યો હતો પણ વિકાસ વૃધ્ધીદર સતત ઘટી રહ્યો છે. બીજી બાજુ ગેસ, ડીઝલ અને પેટ્રોલના સતત ભાવ વધારો ઝીંકાઈ રહ્યો છે, પેટ્રોલ અને ડીઝલના એકસાઈઝ ડ્યુટી વધારી જનતા પાસેથી 28 લાખ કરોડ રૂપિયાની લૂંટ દેશની જનતા પાસેથી ચલાવી છે, કોંગ્રેસની સરકારમાં ગેસ સીલીન્ડરમાં સબસિડી મળતી સબસીડી કેમ મોદી સરકારે બંધ કરી દીધી? કપાસીયા અને સીંગતેલના ભાવ લગભગ સરખા થઈ ગયા છે. જીવન નિર્વાહની ચીજ વસ્તુઓના વધતા જતા ભાવ થી સામાન્ય – મધ્યમ વર્ગની કમર તૂટી રહી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપ સરકારે ગેસ સબસીડી ખતમ કરી દીધી છે. કેન્દ્રમાં કોંગ્રેસની સરકારે વર્ષ 2012-13માં દેશની જનતાને રાહત આપવા માટે ગેસ સીલીન્ડર (એલ.પી.જી.) માં સબસીડી રૂ. 39,558 કરોડ આપી હતી. વર્ષ 2013-14માં કોંગ્રેસ સરકારે રૂ. 46,458 કરોડની સબસીડી આપીને જનતાને રાહત આપી હતી જે મોદી સરકારે 2015-16માં 18 કરોડ અને વર્ષ 2016-17માં સબસીડી શૂન્ય કરી દીધી. રાંધણ ગેસ સીલીન્ડરના અઢીગણા ભાવ વસુલીને ભાજપા સરકાર સતત સિસ્ટમ લૂટ ચલાવી રહી છે. મોઘું શિક્ષણ, મોંઘી આરોગ્ય સેવા, વીમા કંપનીના વધતા જતા પ્રિમીયમ, ઘટતા જતા પગારથી સામાન્ય મધ્યમવર્ગના પરિવારો આર્થિક તકલીફોનો સામનો કરી રહ્યાં છે. ગેસના બાટલામાં 50 રૂ. નો ફરી વધારાથી રૂ. 1000ના ભાવે પહોંચી ગયો છે જે વર્ષ 2014માં 430 રૂપિયાનો બાટલો મળતો હતો.