આપણે સૌ અનેક વખત બેંકમાં ગયા હશું અને અનેક વખત પૈસા ઉપાડવા માટે અથવા તો જમા કરાવવા માટે સ્લીપ ભરી હશે. જયારે ન આવડતું હોય ત્યારે ભૂલ થાય તે યોગ્ય કહેવાય પરંતુ આવડી મોટી મિસ્ટેક જે જોઇને તમે હસી-હસીને લોથ-પોથ થઈ જશો.
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઇ રહી છે. જે ઈંડિયન બેંકની ડિપોઝિટ સ્લિપની એક તસ્વીર છે. આ બેન્કની આ જમા સ્લિપમાં ખાતાધારકે કૈશ ડિપોઝિટ કરાવવા માટે પોતાની દરેક વિગત લખી છે. પરંતુ બેંકમાં હજુ પણ એક બોક્સ આવે છે જેમાં રાશી એટલે કે પૈસાની રકમ લખવાની હોય છે. ત્યારે આ રાશીવાળી કોલમમાં અમાઉન્ટની જગ્યાએ પોતાની રાશી લખીને આવ્યો છે.
આ રમુજી ઘટના મુરાદાબાદની ઈંડિયન બેન્ક શાખાની છે. જ્યાં કોઈ ખાતાધારક બેન્કમાં પૈસા જમા કરાવવા ગયો હતો. તેણે ડિપોઝિટ સ્લિપની બધી વિગતો સાચી લખ્યા બાદ અમાઉન્ટવાલી કોલમમાં તુલા રાશિ લખી દીધું હતું. કારણ કે અમાઉન્ટને હિન્દીમાં રાશિ કહેવાય છે.