રાજયના યુવાનોમાં રહેલી સુષુપ્તે શક્તિઓને વિવિધ પ્રવૃતિઓ અને રમત ગમતના માધ્યમમથી બહાર લાવવા રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ ગાંધીનગરના ઉપક્રમે ગુજરાત રાજય યુવક બોર્ડ પ્રેરીત, ખંભાળીયામાં નગરપાલિકા ગાર્ડન ખાતે સ્વાભમી વિવેકાનંદ યુવક મંડળોને કીટ વિતરણનો કાર્યક્રમ ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન શ્રી મુળુભાઇ બેરાના અધ્યમક્ષ સ્થાવને યોજાયો હતો. આ તકે જિલ્લાનિા ૬૭ યુવક મંડળોને રમત ગમતની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ક્રિકેટ અને વોલીબોલની કીટ યુવાનોને આપવામાં આવી હતી.
આ તકે ચેરમેન મુળુભાઇ બેરાએ જણાવ્યુંત હતું કે જિલ્લાના છેવાડાના ગામડાથી લઇને તાલુકા તથા નગરપાલિકા વિસ્તાચરમાં સરકારની યોજનાઓનો યુવાનો લાભ લઈ શકે એ માટે ૧૮ થી ૨૫ વર્ષના યુવાનો માટે દરેક તાલુકામાં યુવક મંડળો બનાવવામાં આવ્યાા છે. યુવાશક્તિને દેશના વિકાસ સાથે જોડવાના હેતુથી રાજય સરકાર દ્વારા યુવાનોના મંડળો બનાવવામાં આવ્યા છે. યુવાનોને યોગ્યવ આપવા તથા મનની એકાગ્રતા કેળવવા રમત ગમતનું અનેરૂ મહત્વય છે.
આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઇ ચાવડા, જિ.પં. વિપક્ષના નેતા મયુરભાઇ ગઢવી, જિલ્લા પંચાયત સદસ્ય દેવશીભાઇ કરમુર, અગ્રણી દિલીપભાઇ દતાણી, મનુભાઇ મોટાણી, પી.એમ. ગઢવી, શૈલેષ કણઝારીયા, અમીતભાઇ શુકલ, પરબતભાઇ ભાદરકા, કાનાભાઇ કરમુર, મહિલા અગ્રણી મનીષાબેન ત્રિવેદી, મીતાબેન લાલ તેમજ મોટી સંખ્યામાં સ્વાામી વિવેકાનંદ યુવક મંડળના યુવાનો ઉપસ્થિત રહયા હતા.