જ્યારે પ્રેમ થાય છે ત્યારે તેનો અહેસાસ અનોખો જ હોય છે. અને એ અહેસાસને વધુ ગાઢ બનાવવા પ્રેમીઓ પ્રેમનો ઇઝહાર ચુંબનથી કરે છે. અને એટલે જ સંબંધોમાં ચુંબન એટલે કે કિસીંગનું ખાસ મહત્વ રહેલું છે. પરંતુ જ્યારે સંબંધોમાં કિસીંગ કરો છો ત્યારે માત્રને માત્ર લાગણીને જ આપ-લે નથી થાતી પરંતુ તેની સાથે સાથે અમુક પ્રકારનાં જમ્સ પણ ફેલાય છે. જે કેટલીક બિમારીને નોતરે છે. આ ઉપરાંત કિસ વિશે વધુ જાણીએ તો એક મિનિટમાં માટે કરેલી કિસ ૧-૨ કેલેરી બર્ન કરે છે. તેમજ કિસ કરવા દરમિયાન એવા કેમિકલ છૂટા પડે છે જે બંને સાથીઓને ખુશીનો અહેસાસ કરાવે છે. જેમાં ડોપામાઇન, ઓક્સીટોસીન, અને સેરોટીનનો સમાવેશ થાય છે.
એક સંશોધન મુજબ ૧૦ સેક્ધડ માટે કરેલી કિસમાંથી ૩૦ મિલિયન જેટલાં બેક્ટેરીયાએ યુગલમાં ટ્રાન્સફર થાય છે. તદ્ ઉપરાંત જે યુગલ દિવસ દરમિયાન નવ વાર કિસ કરે છે. તેના દ્વારા ઓરલ બેક્ટેરીયાની આપ-લે વધુ થાય છે.
ચુંબન દ્વારા જે લાળની ઉત્પત્તિ થાય છે . તે કેવા પ્રકારની માંદગી ફેલાવે છે….?
– શર્દી અને તાવ :
જે વ્યક્તિને શર્દીકે તાવ છે તેવી વ્યક્તિને કિસ કરવાથી અથવા એ વ્યક્તિ કોઇને કિસ કરે છે ત્યારે તેની લાળ ઇન્ફેક્ટેડ હોવાથી એકથી બીજી વ્યક્તિમાં તે ઇન્ફેક્શન થતુ હોય છે.
– ઇન્ફેક્સસ મોનોનક્લિયોક્સીસ (કિસીંગ ડિસીઝ) :
આ એક એવું ઇન્ફેક્શન છે જે મુખ્યત્વે ચુંબન દ્વારા જ ફેલાય છે અને એટલે જ તેને કિસીંગ ડિસીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પરિસ્થિતિ એપસ્ટેઇન બાર વાઇરસ અને સીમાટોમ્સનાં જુંડ દ્વારા સર્જાય છે. આ વાઇરસ લાળ દ્વારા ફેલાય છે.
– ઠંડા ચાંદા :
જ્યારે હોઠ ઉપર ચાંદી પડી હોય અને પણ ફૂટી ગઇ હોય જેમાંથી રસી નીકળતા હોય ત્યારે ચુંબન કરવાથી એ ચાંદીનાં વાઇરસ ફેલાય છે જેને હર્પસ સીમ્પલેક્સ વાઇરસ-૧ (HSV-1) ઇન્ફેક્સન કહેવાય છે.
– સ્ટ્રેપ્ટોકોકલ થ્રોટ ઇન્ફેક્શન :
ગળામાં પડેલી ચાંદી જે સ્ટ્રેપ્ટોકોસી જે ખૂબ જ ચેપી બેક્ટેરીયા છે જે ચુંબન દરમિયાન એક શરીરમાંથી બીજાના શરીરમાં ફેલાય છે.
– મેનિન્જીટીસ :
મેનિન્જીટીસ એ મગજ અને સાઇનલ કોર્ડને રક્ષણ આપતા લીનીંગસની બળતરા છે. અને એ જલનનાં વાઇરસ એવી ઇન્ફેર્ક્ટેડ વ્યક્તિનાં સંપર્કમાં આવવાથી ઇન્ફેક્શન ફેલાય છે.
– માથુ, પગ અને મોઢાની બિમારી :
બાળકોમાં જોવા મળતી આ સામાન્ય પરિસ્થિતિ છે. જેનું મુખ્ય કારણ કોક્ષાકી વાયરસ છે. જે ગંદા હાથ, મોઢા દ્વારા ફેલાય છે. આ ઉપરાંત ખૂલી ચાંદી અને લાળ દ્વારા પણ ફેલાય છે. જે બાળકોને પ્રી સ્કૂલમાં વધુ થતી જોવા મળે છે.
– મસા :
મસા જ્યારે મોઢાની આજુબાજુમાં હોય છે. ત્યારે એ ચુંબન દ્વારા ફેલાય છે. અને એ પણ ખાસ ત્યારે જ્યારે ખૂબ જ બળતરા કરતા હોય છે.
– દાંતનો સડો :
દાંતનો સડો ત્યારે ફેલાય છે. જ્યારે માઉથ ટુ માઉથ કિસ કરવામાં આવે, સ્નીઝીંગ કરવામાં આવે અથવા તો કોઇય ખોરાકને શેર કરવામાં આવે છે.
તો આ દરેક બાબતે જાગૃતતા દાખવી પોતાના પાર્ટનરના સ્વાસ્થ્ય માટે તકેદારી દર્શાવીને ચુંબન કરવું જોઇએ એ જ સલામતી કહેવાય છે.