સો ચૂહે ખા કે બિલ્લી હજ કો ચલી…
અહો આશ્ચર્યમ … સો બિલ્લી ખા કે બિલ્લી હજ કો ચલી. આ ઉર્દૂ કહેવત બોલીવુડના ચુંબન દેવતા ઈમરાન હાશ્મી ને લાગુ પડે છે. તેને હવે માત્ર અર્થસભર ફિલ્મો જ કરવી છે!!! મતલબ કે હવે ઇમરાન હાશ્મી ની ફિલ્મમાં કિસીંગ સીન નહીં હોય?
ફિલ્મ મર્ડર થી લઈને બાદશાહો સુધીની ફિલ્મોમાં ઈમરાન હાશ્મી એ ચુંબન દ્રશ્યો ભજવ્યા છે. તેની ઈમેજ પણ ચુંબન સમ્રાટની જ બની ગઈ છે. પરંતુ હવે બોલીવુડ માં પવન બદલાયો છે. તેથી તેને સિરિયલ કિસરની છાપ ભૂસ્વી છે.
તેણે પોતાની ફિલ્મ કંપની ઊભી કરી છે. જે માત્ર ઈમરાન હાશ્મી માટે જ ફિલ્મો બનાવાશે.
ઇમરાન હાશ્મી એ શાંઘાઇ, દીલ તો બચ્ચા હે જી, વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ, ઊંગલી અને આઝહાર જેવી સારી ફિલ્મોમાં કામ કરી બતાવ્યું છે.
ફિલ્મ મર્ડર થી લઈ ને રાઝ રીબૂટ અને છેલ્લે બાદશાહો સુધીની તમામ ફિલ્મોમાં ચુંબનના દ્રશ્યો આપ્યા છે. તેથી તેને ચુંબન દેવતા અને સિરિયલ કિસરનું ઉપનામ મળ્યું છે. ઈમરાન હાશ્મીની ફિલ્મો જોનારો આગલી હરોળનો એક આખો વર્ગ છે.
એક બાત તો મેં કહેના ભૂલ હી ગયા… ઈમરાન હાશ્મી ની આગામી ફિલ્મનું નામ ચિટ ઈન્ડિયા છે. જે આગામી દિવસોમાં રીલીઝ થશે. તેનું પોસ્ટર બહાર પડી ગયું છે.