બોલીવુડની અભિનેત્રી સાથે લેખિકા, નિર્દેશક, નૃત્યાંગના અને એક સફળ રાજનેતા તરીકે પ્રસિધ્ધી મેળવી: 1968માં રાજકપુર

સાથે ‘સપનો કા સૌદાગર’ ફિલ્મથી બોલીવુડ યાત્રા શરૂ કરીને 1970માં ‘જોની મેરા નામ’ ફિલ્મથી તેનો સિતારો ચમકી ગયો

ફિલ્મ જગતમાં શ્રેષ્ઠ અભિનેત્રી ગણનામાં હેમામાલિની સૌથી મોખરે આવે. ડ્રીમ ગર્લના નામથી મશહૂર અભિનેત્રી એક શ્રેષ્ઠ નૃત્યાંગના પણ છે. બોલીવુડ જગતમાં પોતાના અભિનયની તાકાત વડે ચાર દાયકા દર્શકોના દિલમાં રાજ કર્યું. 150થી વધુ ફિલ્મોમાં અભિનય આપનાર હેમામાલિની શ્રેષ્ઠ ફિલ્મો દર્શકો અને એના ચાહકો આજે પણ તલપાપડ હોય છે. તે ખૂબ સ્વરૂપવાન સૌર્દ્ય ધરાવવાની સાથે એક શ્રેષ્ઠ લેખિકા પણ છે. 16 ઓક્ટોબર 1948ના રોજ મદ્રાસના અૃમ્મન કુંડી ગામમાં જન્મ થયો હતો. તેઓ આજે પણ સાંસદ તરીકે કાર્યરત છે.

તેમની ફિલ્મ યાત્રાનો પ્રારંભ ખૂબ જ સંકટોવાળો રહ્યો છે. 1961માં ‘પાંડવ વનવાસ’ જેવી ફિલ્મમાં અભિનય કર્યા બાદ  સાત વર્ષ બાદ રાજકપૂરની સાથે ‘સપનો કા સૌદાગર’ ફિલ્મમાં હિરોઇન તરીકે ચમકી. એ વખતના ફિલ્મી પોસ્ટરમાં ડ્રીમ ગર્લ શબ્દ વપરાયો હોવાથી આજે પણ ડ્રીમ ગર્લ શબ્દ તેને માટે વપરાય છે. આ ફિલ્મ બાદ લગભગ દર વર્ષે એક ફિલ્મમાં ચમકતી હેમામાલિનીનો સિતારો 1970માં આવેલી દેવાનંદ સાથે ‘જોની મેરા નામ’ ફિલ્મથી ચમકી ગયો હતો.

હેમામાલિની એક અભિનેત્રી, લેખિકા, ફિલ્મ નિર્દેશક, નૃત્યાંગના અને રાજનેતા છે. આજે પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલ છે અને સમાજ સેવા ક્ષેત્રે ઉમદા કાર્ય કરી રહી છે. 1971માં તેને જાણીતા અભિનેતા ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા હતાં. તે યુ.પી.ની મથુરા સીટ ઉપર સંસદ સભ્ય છે. તેઓ આજે પણ ફિલ્મો, જાહેરાતો, ટીવી શો વિગેરેમાં સક્રિય રીતે કાર્યરત છે. આજે 73 વર્ષે પણ પોતાના શરીર પ્રત્યેની કાળજી લઇને શ્રેષ્ઠ રીતે જીવન વ્યતિત કરે છે. બોલીવુડની સૌર્દ્ય અને અભિનયનો અનુઠો સંગમ હોવા તેવી અભિનેત્રીની યાદીમાં ટોચનું સ્થાન ધરાવે છે.

ચાર દાયકાની ફિલ્મી યાત્રામાં મોટાભાગની સુપર હીટ ફિલ્મો આપી હતી. શરૂઆતમાં અમૂક નિર્માતા તેમનામાં સ્ટાર ન જોવાની વાત કરતાં તેજ નિર્માતાઓએ બાદમાં શ્રેષ્ઠ ફિલ્મો બનાવી હતી. તેમને બોલીવુડમાં પોતાની જગ્યા બનાવવા 1968 સુધી બહુ જ સંઘર્ષ કર્યો હતો. તેમની માતા જયા ચક્રવતી પણ ફિલ્મી નિર્માતા હોવાથી ઘરમાંથી ફિલ્મી માહોલ મળતા હેમામાલિની અભિનય ક્ષમતા નીખરી ઉઠી હતી. 70 અને 80ના બે દાયકા ડ્રીમ ગર્લના ગોલ્ડન યુગ જેવા હતા. એ ગાળામાં સુપરહિટ ફિલ્મો આવી હતી. લગભગ  તમામ ફિલ્મ સ્ટાર સાથે કામ કરનાર હેમામાલિની જોડી ધર્મેન્દ્ર, રાજેશ ખન્ના, દેવાનંદ જેવા કલાકારો સાથે વિશેષ જામી પણ ‘હેમા-ધરમ’ની જોડી બોલીવુડમાં નંબર વન હતી. 1961માં એક લઘુનાટક ‘પાંડવ વનવાસ’માં નર્તકી તરીકેનો કામ કરવાનો અવસર મળ્યો હતો. જો કે 1968માં આવેલી સપનો કા સૌદાગર ફિલ્મથી તે અભિનેત્રી તરીકે પ્રસ્થાપિત થઇ હતી.

04 2

હેમા માલિની ફિલ્મી યાત્રામાં જોની મેરા નામ, પ્રેમનગર, સિતા ઔર ગીતા, અમીર ગરીબ, શોલે, મહબૂબા, ચરસ, ડ્રીમ ગર્લ, કિનારા, ત્રિશૂલ, મીરા, કુદરત, નશીબ, ક્રાંતિ, અંધા કાનૂન, રજિયો સુલ્તાન, રિહાઇ, જમાઇ રાજા, બાગબાન, વીરઝારા જેવી ઘણી સફળ ફિલ્મો આપી અમિતાભ સાથે પારિવારિક ફિલ્મ ‘બાગબાન’નો તેમનો અભિનય આજે પણ તમો ફિલ્મ જોવો તો આંખ ભીની થાય છે.

1970માં જોની મેરા નામ ફિલ્મ બાદ 1972માં સીતા ઔર ગીતા નિર્માતા મુમતાઝને લેવાના હતાં પણ સંજોગોવસ હેમામાલિનીને આ રોલ મળતા તેની કેરિયરનો માઇલસ્ટોન વણાંક આવ્યો હતો. ડબલ રોલમાં તેને સુંદર અભિનય થકી ચાહકોનાં દીલ જીત્યા હતા. જો કે આ અગાઉ 1971માં અંદાજ ફિલ્મમાં રાજેશ ખન્ના સાથે ચમકતા બોલીવુડમાં લાઇમ લાઇટમાં આવી ગઇ હતી. ‘સીતા ઔર ગીતા’ ફિલ્મના અભિનય થકી તેને પાત્રને અમર બનાવ્યાની સાથે ભવિષ્યની પેઢીની અભિનેત્રી માટે શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂં પાડ્યું હતું. આ ફિલ્મથી પ્રેરીત ‘ચાલબાઝ’ ફિલ્મમાં શ્રીદેવીએ અભિનય કર્યો હતો.

1975માં આવેલી વિખ્યાત ફિલ્મ ‘શોલે’ની બસંતીના રોલ તે અમર થઇ ગઇ હતી. આ ફિલ્મ બાદ 1981 ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા બાદ ડ્રીમ ગર્લ, ચરસ, આસપાસ, પ્રતિજ્ઞા, રાજા જાની, રજિયા સુલ્તાન, બગાવત, ધ બર્નીંગ ટ્રેન, અલિબાબા ચાલીસ ચોર જેવી ધડાધડ સફળ ફિલ્મો ધરમ-હેમાની જોડીએ આપી હતી. 1975થી 80નો ગાળામાં તેનો શ્રેષ્ઠ પડાવ ફિલ્મી કેરિયરનો હતો જેમાં સન્યાસી, ધર્માત્મા, ખૂશ્બુ, પ્રતિજ્ઞા જેવી સુપરહિટ ફિલ્મો આવી હતી.

આ દશકામાં હેમામાલિની ફક્ત ગ્લેમર રોલ જ કરી શકે તે વાતને ખોટી પાડીને ખૂશ્બુ, કિનારા, મીરા જેવી બેનમૂન ફિલ્મોને તેના અભિનય વડે સુપરહિટ કરી હતી. આ ઘટના બાદ નિર્માતા પ્રમોદ ચક્રવતીએ ‘ડ્રીમ ગર્લ’ ફિલ્મ બનાવતા તે બોલીવુડની નંબર વન અભિનેત્રી બની ગઇ હતી.

પોતાની લાંબી ફિલ્મ યાત્રા બાદ 1990માં ટીવી શ્રેણી ‘નુપુર’નું નિર્દેશન પણ કર્યું હતું. 1992માં ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનને લઇને ‘દિલ આસના હે’ ફિલ્મ નિર્માણ કરી હતી. 1995 ટચૂકડા પડદા માટે ‘મોહિની’ સિરિયલનું નિર્માણ અને નિર્દેશન પણ કર્યું હતું. 1976 થી 1980ના ગાળામાં ફિલ્મ માટે સૌથી વધુ રૂિ5યા લેતી અભિનેત્રી હતી. એશા અને ઇશા દેઓલ બે પુત્રી સાથે બે સાવકા પુત્રમાં સની દેઓલ અને બોબી દેઓલ પણ ફિલ્મ જગત સાથે જોડાયેલ છે. હેમામાલિનીને 2000ની સાલમાં ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનીત કર્યા હતાં. તેઓને માનદ્ ડોક્ટરેટની પદવી પણ મળેલ છે. તેમનાં જીવન આધારિત બિયોન્ડ ધ ડ્રીમ ગર્લ જેવા ચાર વિવિધ પુસ્તકો પણ પ્રસિધ્ધ થયા છે. ફિલ્મ ફેર એવોર્ડ, લાઇફ અચીવમેન્ટ એવોર્ડ, રાષ્ટ્રીય પુરસ્કાર જેવા વિવિધ એવોર્ડ મળેલ છે. મુંબઇમાં ઘોડાગાડી પર પ્રતિબંધ તેના કહેવાથી મુકવામાં આવ્યો હતો. સમાજ સેવા સાથે પ્રાણી બચાવ ક્ષેત્રે પણ તેમની શ્રેષ્ઠ સેવા કામગીરી છે.

ડ્રીમ ગર્લ હેમામાલિનીની સફળ ફિલ્મો

સપનો કા સૌદાગર 1968,વારીસ 1969, જોની મેરા નામ 1970,  તેરે મેરે સપને 1971,અંદાજ 1971,રાજા જાની 1972, પ્રેમ પર્વત 1973, જુગનૂ 1973, પ્રેમ નગર 1974, ધર્માત્મા 1975  શોલે 1975, દશ નંબરી 1976,ચાચા ભતીજા 1977 ,મીરા 1979  ,ધ બર્નીંગ કુદરત 1981,રજિયા સુલ્તાન 1983,  રિહાઇ 1988,બાગબાન 2003

પતિ ધર્મેન્દ્ર સાથે આલિશાન બંગલામાં રહે છે

હેમામાલિનીના 72માં જન્મ દિવસે ચોમેર દિશાએ શુભેચ્છા મળી હતી. પતિ ધર્મેન્દ્ર સાથે આલિશાન બંગલામાં જીવન આનંદથી પસાર કરી રહી છે. સ્ક્રીન પર હોય કે ઓફ સ્ક્રીન ધરમ-હેમાની જોડી હર હંમેશ લાઇમ લાઇટમાં રહે છે. હેમા એક ઉત્તમ શાસ્ત્રીય નૃત્યાંગના છે અને તે દેશ-વિદેશમાં પોતાના સ્ટેજ શો કરે છે. આ બંને જોડીએ 30 વર્ષ પહેલા ખરીદેલા બંગલામાં આનંદ-ઉત્સાહ સાથે આ જોડી જીવન જીવી રહ્યાં છે. હેમામાલિનીને ડોગનો બહુ જ શોખ છે. તેને બંને પુત્રીના લગ્ન પણ આજ બંગલામાં કર્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.