વિવિધ ક્ષેત્રોના ૩ હજારથી વધુ મહાનુભાવોએ જીવદયા યજ્ઞમાં પધારીને સેવાભાવી કિશોર કોરડીયાને અભિનંદન પાઠવ્યા
જીવદયા યજ્ઞમાં કિશોરભાઈ કોરડીયાએ અન્ન, જળ ૪૧ કલાક સુધી ત્યાગીને રૂ.૮,૩૧,૫૫૫નો ફાળો એકત્ર કર્યો હતો. જેમાંથી રાજકોટ પાંજરાપોળને રૂ.૭,૪૬,૫૩૪ તેમજ અન્ય પાંજરાપોળોને રૂ.૮૫,૦૨૧ સોંપ્યા હતા.
આ જીવદયા યજ્ઞમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, પૂર્વ મેયર જયમનભાઈ ઉપાધ્યાય, પૂર્વ ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ, દાદાવાડીના પ્રમુખ જીતુભાઈ ચાવાળા, પંકજભાઈ કોઠારી, દિલીપભાઈ પારેખ, પ્રહલાદ પ્લોટ દેરાસરના સેક્રેટરી પ્રવિણભાઈ મહેતા તથા બીપીનભાઈ, પંચવટી દેરાસરના પ્રમુખ પ્રફુલભાઈ ધામી, બીપીનભાઈ ગાંધી, જીતેષભાઈ મહેતા, કાંતિભાઈ જાવીયા, ડો.એસ.ટી.હેમાણી સહિતના ૩૨૦૦ થી ૩૫૦૦ મહાનુભાવો પધાર્યા હતા.
આ જીવદયા યજ્ઞને સફળ બનાવવા વિનુભાઈ મહેતા, મહેશભાઈ મહેતા, બોસમીયાભાઈ, અરવિંદભાઈ શાહ, મહેન્દ્રભાઈ કે.શાહ, કનૈયાલાલ મહેતા, દિનેશભાઈ કોરડીયા, મુકેશભાઈ મીથાણી, ગીરીશભાઈ શાહ, વિનોદ કોરડીયા, જિતેષ મહેતા, સિઘ્ધાર્થ મીઠાણી, ચીનુભાઈ શાહ, ભવાની શંકર અમેઠા, આદિ મહાનુભાવોએ સેવા આપી હતી.
તેમજ રસીકભાઈ રસગુજન સુખડીયા તરફથી સવારથી સાંજ સુધી વિવિધ ઓસડીયાનું સરબત તેમજ મીનરલ વોટર તમામ હાનુભાવોને અખંડ ચાલુ રાખ્યું હતું. મહાજન પાંજરાપોળમાં ટ્રસ્ટીઓ તેમજ યુવા ટ્રસ્ટીઓએ કિશોરભાઈ કોરડીયાનું જાજરમાન રકમ સ્વીકારતા જબરજસ્ત સન્માન કરીને ભાવ વિભોર કર્યા હતા. કિશોરભાઈ કોરડીયાની નાજુક તબીયત હોવા છતાં પણ આવડી મોટી રકમનો ફાળો ૫૦૦ મંડપ વચ્ચે કરેલ હોવાથી સૌ કોઈએ અભિનંદન આપેલા હતા.