કેશોદના ભાવિક યોગાનન્દી એ ગરીબ પરિસ્થિતિમાં ધોરણ બાર સાયન્સમાં કેશોદમાં પ્રથમ સ્થાન મેળવી કેશોદનું નામ રોશન કર્યું સવાલ એ છેકે શું? વિદ્યાર્થી સમય કાળ દરમ્યાન એસી, પંખો, ટીવી કે ફ્રીજ સફળતા અપાવી શકે કે પછી વગર પંખાયે ગરમીમાં સેકાઈ કઠોર પરિશ્રમથી સફળતા પ્રાપ્ત કરી શકાય એ સમજાવતો આ કિસ્સો માનવ ને ઈશ્ર્વરના અસ્તિત્વનું દર્શન કરાવે છે.
રાજયભરમાં ૧૨ સાયન્સની પરીક્ષાનું પરિણામ ૭૨.૯૯ ટકા આવ્યું જેમાં જૂનાગઢ જિલ્લાનું ૭૬.૩૧ ટકા પરિણામ રહ્યું કયાંક ખુશી તો કયાંક ગમ જેવો વિદ્યાર્થી અને વાલીઓમાં દ્રશ્યો જોવા મળ્યા જયારે કેશોદની વાત કરીએ તો રામાનંદી બાવાજી પરિવારના હરસુખભાઈ બાલકદાસ યોગાનંદી પુત્ર ભાવિક કે ગુજરાત બોર્ડમાં ૯૬.૦૧ પી.આર. તેમજ ગુજકેટમાં ૧૦૦.૭૫ માકર્સ મેળવી કેશોદમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી ગરીબના ઘરે પણ કર્મના સિધ્ધાંતના ઈજારાને સ્થાપિત કર્યો કેશોદની કિશ્ર્ના સાયન્સ સ્કુલમાં ધો.૧૦માં સારા માર્કસ પ્રાપ્ત કરી સ્કોલરશીપ એકઝામમાં ત્રીજો નંબર પ્રાપ્ત કરી ફી માફીનો લાભ લીધો પરંતુ સ્કુલનું રુણ અદા કરવા પાછી પાની ન કરી ગુજરતા બોર્ડના ધો.૧૨ સાયન્સના કુલ પરીક્ષાર્થીઓમાં ૧ લાખ ૫૦ હજાર વિદ્યાર્થીઓમાંથી વન પર્સન્ટ રેંકમાં ગુજરાત ભરનાં ૧૫૦૦ વિદ્યાર્થીમાં સ્થાન પ્રાપ્ત કરી કેશોદમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું જેમાં હવે સરકાર તરફથી તેમને સ્કોલરશીપ પણ મળશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,