ધિરાણની મુદત વધારવી, ટેકાના ભાવો નકકી કરવા, વેચાણ પર સહાય આપવી અને ૧૪ કલાક ૩ ફેઇઝમાં વીજળી આપવાની માંગ
અમરેલી જિલ્લાના કિસાનોના પ્રશ્ને ભારતીય કિશાન સંઘે જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવાયું હતું કે ચાલુ વર્ષે ગુજરાતનાં કિસાનોને આપવામાં આવતું વાર્ષિક ૩ લાખ રૂ.નું ૦ ટકા વ્યાજનું ધિરાણ ભરવાની મુદત તા. ૩૧-૩-ર૦ હતી જે હાલ ૩૧-પ-ર૦ કરવામાં આવેલ છે. જેને પુન: વર્ષ માટે ઓટો કન્વર્ઝન કરી આપવું અથવા તત્કાલ નિર્ણય લઇ તેની ભરવાની મર્યાદા ૧ માસ વધારીને તા. ૩૦-૬-૨૦ અચૂક પણે વર્તમાન લોકડાઉન માર્કેટના સંજોગો અને કિસાનોની સ્થિતિ જોતાં કરી આપવી., હાલ તુરંત ચાલી રહેલા કપાસ, ઘંઉ, ચણા, રાયડા, તુવેર ટેકાના ભાવે ખરીદીમાં ઝડપ લાવવી અને રજીસ્ટ્રેશન થયેલ તમામ ખેડુતોનો માલ લેવા માટે જરૂર પડે કેન્દ્ર સરકારે મંજુરી આપવી. ભરાવેલ માલનાં નાણા તત્કાલ આપવાં હાલ દરેક રાજયને જે તે પાકના કુલ ઉત્પાદન રપ ટકા જ માલ એમ.પેસ.પી. થી ખરીદવાની મર્યાદા દૂર કરવી ફાર્મર પ્રોડયુસર્સ કંપનીને એમ.એસ.પી. ખરીદી કરવા મંજુરી આપવી.જે માલના ટેકાના ભાવો અનેકવાર સતત રજુઆતો છતાં નકકી થતા નથી તેવા પાકો જેવા કે દિવેલ, ડુંગળી, જીરૂ, વરીયાળી, બટાકા, શાકભાજી વિગેરેના ખેડૂતોને વર્તમાન સંજોગોમાં અકલ્પનીય ખુબજ મોટું આર્થિક નુકશાન સહન કરવું પડી રહ્યું છે. આ અંગે અગ્રીમતાના ધોરણે નિર્ણય કરી આગામી સીઝનથી ટેકાના ભાવો નકકી કરવા અને હાલ તુરંત આવા કિસાનોને રાહત રૂપ બોનસ કે વેચાણ પર સહાય જાહેર કરવા, હાલ માર્કેટ યાર્ડમાં મર્યાદિત સંખ્યામાં ખેડૂતોને બોલાવવામાં આવે છે તેને દૂર કરવી અને સંપૂર્ણ છૂટ આપવી, મનરેગા યોજનાને કૃષિ સાથે સંલગ્ન કરવી જેથી ખેતીમાં મજદુરોની સમસ્યા હલ થાય અને પ્રત્યેક ગામે સ્થાનીક રોજી રોટી મળી રહે વર્તમાન લોકડાઉન કોરોનાની સ્થિતિમાં લાખો મજુરો વતનમાં પરત ફરેલ છે. તેમને ખૂબ રાહતરૂપ થઇ શકે. આજ પ્રકારે જળ સંચયના કામોને પણ ચેકડેમ ડીસી લટીંગ અને ગ્રામ્ય તળાવોને પણ જોડવાથી બેરોજગારીની સમસ્યા પણ નહીં રહે વર્તમાન સમયમાં આગોતરા વાવેતર માટે ખેતીવાડી ૧૪ કલાક ૩ ફેઇઝમાં વિજળી આપવાની માંગ છે.