અબતક વિનાયક ભટ્ટ, ખંભાળિયા
ગુજરાત રાજ્યમાં જમીન માપણીના મુદ્દે સકારની ભૂલ થતી હોય આ બાબતે ગુજરાત કિશાન કોંગ્રેસના પાલભાઇ આંબલિયા તથા ગિરધરભાઇ વાઘેલા દ્વારા જાગૃતતાના પ્રયાસો કરીને 18047 ગામોમાં 6 હજાર ઉપરાંતના ગામો સિવાયના ગામોની ભૂલો પકડીને તેના માટે કામગીરી હાથધરી હતી. ખોટી જમીન માપવી માટે ભૂલોનો ભોગ બનેલા લોકો માટે સરકારે કેબીનેટ મંત્રીઓની સમિતિ બતાવીને અહેવાલ દબાવી દીધો પણ નામદાર કોર્ટમાં ફરિયાદ કરીને તથા સતત સઘર્ષ કરીને બે ગામોને સેંપલ ટેસ્ટ કરીને 100% ભૂલ પણ પૂરવાર કરી છે તથા મહેસૂલ મંત્રીએ 20% ભૂલનો એકરાર પણ કર્યો છે. તેની સામે સીટની તપાસનું નાટક કર્યું હોય સરકારને ઢંઢોળવા ખંભાળિયા જિલ્લાના મથકે ટપ-ટપ ધક્કા ખાતા ભૂલવાળા નકશાના ખેડૂતો જેઓ છ લાખ જેટલા થાય છે તે તથાએ ગાંધીનગર ઉમટી પડીને આ ગંભીર પ્રશ્ર્ન જાગૃત થઇને નીંભર સરકારને ઢંઢોળવા માટે પડકાર ફેંકીને જાગૃત થવા કિશાન કોંગ્રેસના અગ્રણી પાલભાઇ આંબલિયા તથા ગિરધરભાઇ વાઘેલાએ અનુરોધ કર્યો છે.