રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાઓનીચેકડેમો અને તળાવો રીપેર કરવા, ઉંડા કરવા અને નવા બનાવવાની તાલુકા દીઠ અને ગામ દીઠની દરખાસ્તો આ સાથે તાકીદે કાર્યવાહી હાથ ધરવામાટે રજૂ કરેલ છે. કુલ ૨૯૬૭ ડેમ અને તળાવો છે.
ભારતીય કિસાન સંઘે જિલ્લાના ખેડૂતોને સર્વેની કામગીરી યુધ્ધના ધોરણે પૂરી કરીને કલેકટરને આ દરખાસ્ત કરેલ છે. આજ રીતે ડેમો-તળાવોને રીપેર, ઉંડા અને નવા કરવાની કામગીરી તાત્કાલીક સરકાર દ્વારા હાથ ધરવામાં આવે અને ચાલુ વર્ષમાં સો ટકા કામગીરી પૂરી થાય તેવી કિશાન સંઘની લાગણી છે.
ચેકડેમો/તળાવોના સર્વે દરમ્યાન ભૂતકાળમાં થયેલ કામગીરીમાંઘણી બધી બેદરકારીઓ અને નબળાઈઓ દેખાયેલ છે તે જોતા વ્યવસ્થિત અને કાયદેસર ડેમોના કામો થયેલ નથી. ઘણા બધા ડેમો ખરાબ સ્થિતિની અંદર છે જેને તાત્કાલીક રિપેરીંગ કરવામાં ન આવે તો આવતા સમયમાં વધારે નુકશાન ભોગવવી પડી છે ત્યારે તાકીદે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે. તેમ જિલ્લા કલેકટરને ભારતીય કિસાન સંઘ આવેદનમાં જણાવ્યું હતું.