માર્કેટીંગ યાર્ડના ચેરમેન ડી.કે.સખીયાની ૮ દિવસમાં પ્રશ્ર્ન હલ કરવાની ખાતરી: સંઘના હોદેદારો ‘અબતક’ની મુલાકાતે
ભારતીય કિસાન સંઘની માંગ હતી કે મગફળીનો ઉતારાની ટકાવારી તેમજ અન્ય મુદાઓનું ખેડુતોને સંતોષકારક પરિણામ નહીં મળે તો ભારતીય કિસાન સંઘ દરેક ખેડુત તેમજ ખેડુત સંગઠનોને સાથે લઈ હડતાલ તેમજ આર્શ્ર્યજનક કાર્યક્રમો આંદોલનના સ્વરૂપમાં તા.૨૦/૧૧/૨૦૧૮ થી શરૂ કરવાની જાહેરાત કરેલ હતી.
તે આંદોલનની વાતને ધ્યાનમાં રાખી સરકાર તરફથી તેના પ્રતિનિધિ માર્કેટીંગ યાર્ડના ચેરમેન ડી.કે.સખીયા દ્વારા ભારતીય કિસાન સંઘની રાજકોટ જીલ્લા કમિટી સાથે મળીને વાત કરી કે સરકાર જેમ તમારી માંગ પ્રમાણે જે બારદાનમાં ૩૫ કિલોની ભરતીની જગ્યા ૩૦ કિલો ભરતી કરાવી છે તે પ્રમાણે ૮ દિવસ અંદર ઉતારાની ટકાવારીમાં પણ ઘટાડો કરવામાં આવશે એવો વિશ્ર્વાસ આપવામાં આવેલ છે તે વિશ્ર્વાસને માન આપી ભારતીય કિસાન સંઘે હાલ પુરતું થોડા દિવસ માટે આંદોલન મુલત્વી રાખ્યું છે.
મુખ્યમંત્રી રૂપાણી સાથે પણ ભારતીય કિસાન સંઘના પ્રદેશ પ્રમુખ વિઠલભાઈ દુધત્રા સાથે ટેલીફોનીક વાતચીત કરેલ કે અમે ખેડુતોના ઉતારા બાબતનો પ્રશ્ર્નોનો નિકાલ ટુંક સમયમાં જ લેવાનો પ્રયત્ન કરશું. આવો વિશ્ર્વાસ આપેલ છે. ગયા વર્ષે સરકાર ટેકાના ભાવની ખરીદીના નમુના લેતા હતા પણ તેનો ઉતારો કાઢતા ન હતા પણ જે બારદાનમાં ૩૫ કિલોની ભરતી સમાતી તે ઉતારો માન્ય ગણી અને ખરીદી કરવામાં આવતી હતી.
પણ આ વર્ષે સરકારે દરેક ખેડુતોની ગફળીના નમુનાનો ઉતારો કાઢવાનું ફરજીયાત કરેલ હોવાથી મગફળીની બારદાનમાં કોઈપણ પ્રકારની ભરતી કરે તો ખેડુતોને કાઈ ફરકનો પડે પણ ઉતારો જ મહત્વનો હોય તો ઉતારાની ટકાવારીમાં ઘટાડો ન કરીને પણ ભરતીમાં ૩૫ કિલોની જગ્યાએ ૩૦ કિલો ભરતી ઘટાડવાની જાહેરાત કરીને પણ ભરતી મુજબ નમુનો પાસ નો થાય તો આમ ખેડુતોને કોઈ પણ પ્રકારનો ફાયદો નથી. આના કારણે ખેડુતો અને અધિકારીઓ વચ્ચે બિનજરૂરી સંઘર્ષો થાય, સરકારે આવી બાબતને ગંભીરતાથી લઈ જલ્દીથી નિકાલ કરવો જોઈએ.
ખેડુતોની મગફળીમાં ઉતારામાં જેમ ઘટાડો કરવો જરૂરી છે તેમજ ભેજમાં પણ થોડાક ટકાનો વધારો કરવો પડે એમ છે. કારણકે જે મગફળીનો નમુનો સવારમાં લેવામાં આવે તે નમુનાની અંદર ભેજની ટકાવારીમાં ૨ થી ૩ ટકાનો વધારો થતો હોય છે. સરકારે વરસાદનો આંકડો મીલીને ધ્યાનમાં રાખીને થોડાક તાલુકાઓને બીજા રાઉન્ડમાં પણ બીજા ઘણા તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરીને, ખેડુત તેમજ માલધારી માટે સારું કરેલ છે પણ રાજકોટ તાલુકો તેમજ રાજકોટ જિલ્લાના બાકી છે તે તાલુકામાં મોસમનો પહેલો જ વરસાદમાં મીલીનું પ્રમાણ વધારે હોવાથી તે તાલુકામાં પાછળનો વરસાદ ન થવાના કારણે તે દરેક તાલુકાઓને પણ અછતગ્રસ્ત લેવા જરૂરી છે. નહિંતર તે તાલુકાઓને અન્યાય થાય છે.
ભારતીય કિસાન સંઘ દ્વારા ટેકાના ભાવની ખરીદી તેમજ ઘણા અન્ય પ્રશ્ર્નને લઈને કલેકટર તેમજ મામલતદારને મારફતે પાક વીમો, ઘાસચારો, સૌની યોજનાથી ડેમ અછતગ્રસ્ત, તાલુકા, ખેડુતોની દેવા માફી, ચેકડેમ ઉંડા કરવા, કૃષિ સાધનમાંથી જીએસટી કાઢવો આવા ઘણા મુદાઓને લઈને સરકારને છેલ્લા બે મહિનામાં ચાર વખત આવેદનપત્ર આપેલ છે. આ દરેક મુદાઓને પણ સરકાર જલ્દીથી નિકાલ કરે.
સરકારના કેવા મુજબ મગફળી ઉતારો મુદાનો ખેડુતોને સંતોષકારક પરીણામ નહીં મળે તો ભારતીય કિસાન સંઘ દરેક ખેડુત તેમજ ખેડુત સંગઠનોને સાથે લઈ હડતાલ તેમજ આશ્ર્ચર્યજનક કાર્યક્રમો આંદોલનના સ્વરૂપમાં થોડા દિવસમાં શરૂ કરશે. આની સરકારે નોંધ લેવી. સરકાર ખેડુતના હિતમાં નિર્ણય લે તે માટે કિસાન સંઘના જીલ્લા પ્રમુખ દિલીપભાઈ સખીયા, મંત્રી ઘનશ્યામભાઈ કોટડીયા, ભરતભાઈ પીપળીયા, મનોજભાઈ ડોબરીયા, કમલેશ વસોયા, પ્રશાંત સિંઘવ, રાજુભાઈ લીંબાસીયા, અશોકભાઈ મોલીયા, ઠાકરશીભાઈ પીપળીયા, જિતુભાઈ સંતોકી, મહેન્દ્રભાઈ કાલરીયાએ ‘અબતક’ની મુલાકાત લીધી હતી.