રાજકોટ જિલ્લા બી.જે.પી. કિસાન મોરચાના પ્રમુખ વિજયભાઇ કોરાટ અદ્યતન ખેતીની જાણકારી માટે તા.૯ થી ૧પ સુધી ઇઝરાયેલ જઇ રહ્યા છે.
પ્રવાસનો ઉદ્દેશ ઇઝરાયેલના કૃષિ વિકાસને નિરીક્ષણ કરી ત્યાંના તજજ્ઞ સાથે વિચાર વિમર્શ કરવાનો છે. આ માટે બિયારણ, પાણીનો વપરાશ, ઉત્પાદનમાં વધારો, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો, ભારતીય હવામાનને અનુકૂળ ખેતીનો પાક, ઓર્ગેનિક ખેતી વિગેરેનો અભ્યાસ કરશે. ત્યાંની આધુનીક ખેત પઘ્ધતિની માહિતી મેળવશે.
જે વિગત ગુજરાત ખેડૂતો સુધી પહોંચાડાશે. ઇઝરાયેલમાં ઇન્ટરનેશનલ એગ્રો ફેર ખાતે વિવિધ એગ્રીકલ્ચર યોજનાઓ જેવી કે સીંચાઇ પઘ્ધતિ, હાઇડ્રોયોનીક ખેતી, એરોપોનીક ખેતી, એગ્રો પ્રોસેસીંગ યુનીટો, દરીયાઇ ખારા પાણીને મીઠુ કરવાનો પ્લાન અને એક્ષપોર્ટ-ઇમ્પોર્ટ માટે કોલ્ડ સ્ટોરેજ દાડમ, ખારેકની ખેતીનો અભ્યાસ કરવામાં આવશે અને વિવિધ કૃષિ સંશોધન કેન્દ્રોની પણ મુલાકાત લઇ માહિતી મેળવી વિજયભાઇ કોરાટ રાજકોટ જીલ્લાના અન્ય ખેડુતોને પણ તેનુ માર્ગદર્શન પુ પાડી આધુનીક ખેતી તરફ વાળવાનો પ્રયાસ કરશે.
આ સમગ્ર પ્રવાસ ગુજરાત કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ બાબુભાઇ જેબલિયાના માર્ગદર્શન હેઠળ યોજાઇ રહ્યા છે. આ સમગ્ર પ્રવાસ ગુજરાતની ખેતીને વધુ સમૃદ્ધ કરવાના હેતુ માટે છે. વિજયભાઇ કોરાટ અવારનવાર કિસાનોને માર્ગદર્શન આપતા રહે છે. જેથી કિસાનોને અદ્યતન ખેતીની જાણકારીની ઉત્સુકતા વધી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com