હાર્દિક પટેલના નેજા હેઠળ કિસાન મોરચો કલેકટરને આવેદન આપવા આવવાનો હતો, પરંતુ ટાણે કોઈ ફરકયા જ નહીં
રાજકોટમાં આજે કિસાન મોરચાનો મોરચો ફોક રહ્યો છે. કારણકે હાર્દિક પટેલના નેજા હેઠળ કિસાન મોરચો જિલ્લા કલેકટરને ખેડૂતોના પ્રશ્ને આવેદન આપવા આવવાનો હતો. જેના પગલે ૫૦થી વધુ પોલીસ કર્મીઓનો કાફલો જિલ્લા કલેકટર કચેરીએ ખડકાઈ ગયો હતો. પરંતુ કલેકટર કચેરીએ કોઈ ફરક્યું ન હતું.
એક સમયે પાટીદાર સમાજ માટે સરકાર સામે બાયો ચઢાવનાર હાર્દિક પટેલ આજે રાજકારણમાં પ્રવેશીને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખની ખુરશી ઉપર બિરાજ્યો છે. ત્યારે કાર્યકારી પ્રમુખનું પદ મળતા જ તેને સૌરાષ્ટ્રને ધમરોળવાનું શરૂ કર્યું છે.
જેમાં તે પ્રથમ સોમના મહાદેવના દર્શર્નો ગયો હતો. ત્યારબાદ તે કેશોદ ગયો હતો. જ્યાં તેના જન્મદિવસની ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સના લીરા ઉડ્યા હોવાનું પણ ધ્યાને આવ્યું છે. ત્યારબાદ તે જામનગર ગયો હતો.ત્યાં પણ તેને સન્માનવામાં સોશિયલ ડિસ્ટન્સના લીરા ઉડ્યા હતા.
હાલની કોરોનાની મહામારીમાં બે સ્ળોએ નિયમોના ધજાગરા ઉદાડતો હાર્દિક પટેલ ચર્ચાનો વિષય બન્યો હતો. વધૂમાં હાર્દિક પટેલ આજ રોજ જિલ્લા કલેકટરને કિસાન મોરચાની સો મળીને કિસાનોના પ્રશ્ને આવેદન પાઠવવાનો હતો. જો કે આ મામલે જાણ તા જ જિલ્લા કલેકટર કચેરીમાં ૫૦થી વધુ પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ પોલીસ કર્મીઓ કલાકો સુધી રાહ જોતા રહ્યા હતા. પરંતુ હાર્દિક પટેલ ફરકયો જ ન હતો.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે કલેકટર પાસે આજે બપોરના ૧૨ વાગ્યાનો સમય પણ લઈ લીધો હતો. આ આવેદનમાં પાલ આંબલિયા પણ જોડાવાના હતા. પરંતુ આજે આ કાર્યક્રમને મોકૂફ રાખવામાં આવ્યો છે. હાર્દિકને આજે સુરેન્દ્રનગર જિલ્લાના દિકસર ગામે માતાજીના દર્શને પણ જવાનું હતું. હાર્દિક રાત્રે રાજકોટ આવ્યા બાદ સીધા દીકસર ગામે માતાજીના દર્શન જવા નિકળી ગયો હતા.કલેકટરને આવેદન આપવાનો કાર્યક્રમ આ સપ્તાહના અંતમાં યોજાય તેવી શકયતા છે. હાર્દિક ફરી રાજકોટ આવશે. ત્યારબાદ આ કાર્યક્રમ યોજાશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.