સુરક્ષા સેતુ સોસાયટી તથા મનમંદિર એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શક્તિ ચારણ (ગઢવી) યુવા સંગઠન-રાજકોટ દ્વારા ભવ્ય ભાતીગળ લોકડાયરાનું આયોજન વિનોદનગર ગરબી ચોક, સુખરામનગર, ચારણવાડી પાસે, કોઠારીયા રોડ રાજકોટ ખાતે કરાયું હતું. કાર્યક્રમનું દિપપ્રાગટ્ય મ્યુનિ. કમિશનર બંછાનીધી પાની દ્વારા કરાયું હતું.
રાજકોટ મ્યુનિ. કમિશનર બંછાનીધી પાની કાર્યક્રમ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, દુર દુરથી લોકો અહીં સેવા માટે આવે છે. ત્યારે બધા યુવાનો તેમની સંભાળ રાખે છે તથા રોજના રૂ.ર૦૦ ખર્ચે છે તે બદલ શક્તિ ચારણ યુવા સંગઠન ગૌરવ અનુભૂતિ કરાવે છે. તથા સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત રાજકોટમાં તળાવ બનાવવામાં આવી રહ્યું છે તેમાં પણ શક્તિ ચારણ યુવા સંગઠન તેમજ તમામ યુવાનોના સાથ સહકારની જરૂર છે. તેમણે ઉમેર્યુ હતું કે શક્તિ ચારણ યુવા સંગઠન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
આ યુવાનો દુરદુરથી ગરીબ પછાત વર્ગના દર્દીઓ તથા તેમના શિક્ષણ માટે કાર્યો કરે છે. જ્યારે તેમની પાસે નાણાનું કોઇ પ્રાપ્તિસ્થાન ન હોવાથી તે પોતાના માનદ વેતનમાંથી દરેક વ્યક્તિ દીઠ રૂ.ર૦૦ એકઠા કરીને આ સેવા કાર્ય કરી રહ્યા છે. સમાજના અન્ય યુવાનો શક્તિ ચારણ યુવા સંગઠન પરથી પ્રેરણા લઇ સમાજને ઉપયોગી કાર્યો કરે તેવી આશા છે. લોકડાયરામાં કિર્તિદાન ગઢવી, જીતુ દાદા ગઢવી અને ભરતદાન ગઢવીએ જમાવટ કરી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com