ગરવા ગિરનારના ઊંચા ડુંગરા ઉપર વિરાજમાન માં અંબાજી હજારો ભક્તોની શ્રદ્ધાનો પ્રતીક છે અને દેવોના દેવ મહાદેવ પણ વિરાજમાન છે ત્યારે હવે શિવરાત્રીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે લોક ગાયક કિર્તીદાન ગઢવી તેમના પરિવાર સાથે માં અંબાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા.
લોક ગાયક કીર્તિદાન ગઢવીએ ગિરનારની ટોચ પર બિરાજમાન અંબાજી મંદિરે દર્શન કર્યા, માંતાજીના ચરણોમાં અંબાની સ્તુતિ રજૂ કરી હતી. મા અંબાના દર્શન કર્યા બાદ કિર્તીદાન ગઢવી ભવનાથ મહાદેવની પૂજા કરવા પહોંચ્યા હતા અને તેમણે સહ પરિવાર આરાધના કરી હતી તેમજ માતાજીની સ્તુતિ પણ રજૂ કરી હતી. મંદિરના મહંત તનસુખગીરી બાપુએ કીર્તિદાન ગઢવીને માતાજીની ચુંદડી ઓઢાડી આશીર્વાદ આપ્યા હતા.
લોક ગાયક કિર્તીદાન ગઢવી જુનાગઢના દાસારામ બિલ્ડર અરવિંદ દાસા અને પોતાના પરિવાર સાથેરોપવે મારફત માં અંબાના ચરણોમાં શીશ જુકવવા માટે પહોંચ્યા હતા. કિર્તીદાન ગઢવીએ રોપ-વેમાં પોતાની ગાયન શૈલી થી માતાજીની સ્તુતિ રજૂ કરી હતી. અહીં તેમને જોવા માટે તેમના ચાહકો પણ ઉમટ્યા હતા અને તેમના સાથે સેલ્ફી લીધી હતી.