કોરોના મહામારીમાં દોઢ વર્ષ બાદ ગુજરાતી એકમાત્ર કલાકાર વિદેશની ધરતી પર કાર્યક્રમ માટે પહોંચ્યા
અમેરિકાના દોઢ માસના પ્રવાસ દરમિયાન વિવિધ શહેરોમાં કાર્યક્રમોનું આયોજન
દેશવિદેમાં જાણીતા બનેલા લોકગાયક કિર્તીદાન ગઢવી લાંબા સમય બાદ અમેરિકાની ધરતી પર પહોચ્યાં છે અમેરિકાના વિવિધ શહેરોમાં પ્રિ-નવરાત્રી અને નવરાત્રીના દિવસો માં ગુજરાતીઓને ગરબા રમાડવા લોક ગાયક કિર્તીદાન ગઢવી સાંજીદા સાથેનો કાફલો વિદેશની આ ધરતી પર પહોચ્યા છે.
વિશ્વવ્યાપી કોરોનાની મહામારીથી કિર્તીદાન સહીત ગાયક કલાકારો ગતવર્ષે નવરાત્રી માટે વિદેશ જઈ શક્યા ન હતા અને આવો મહામારીનો સમય દોઢ વર્ષ જેવો રહ્યો હતો .આ મહામારીમાં રાહત થતાં આખરે દોઢ વર્ષ પછીના લાંબા સમય બાદ અમેરિકા ના વિવિધ શહેરોમાં રહેતા ભારતીય ખેલૈયાઓને ખૂશ કરવા કિર્તીદાન ગઢવી અમેરિકા આ વખતે પહોચ્યા છે.
અમેરિકાના શિકાગો સિટીથી પ્રિ -નવરાત્રીનો આરંભ કિર્તીદાન ગઢવીએ કરી દીધો છે. જેમાં શિકાગોમાં સૂર તાલને સથવારે કિર્તીદાને ગુજરાતીઓને રીતસર ગરબા મહોત્સવમાં મશગૂલ બનાવી દીધા છે. જેમા શિકાગોના પહેલા ગરબા મહોત્સવમાં કિર્તીદાન સ્વર સાધનાને વધાવવા ત્યાંના અમેરિકન ગુજરાતીઓ ડોલર ઉડાડી આ ગુજરાતી લોક ગાયકને પણ આવકાર્યા… જીણા જીણા ઉડયા ગુલાલ માડી… તેરી ચુનરીયા… સહીત એક એક રચનાઓ કિર્તીદાને રજૂઆત કરતા ખેલૈયાઓએ પણ જમાવટ બોલાવી હતી ત્યાં આ સમયે લોકોપણ કોરોનાની મહામારીનું દુ:ખ અને વ્યથા ભૂલી ગરબા રમવામાં મશગૂલ બન્યા હતા.
કિર્તીદાન ગઢવી દોઢ મહિના સુધી અમેરિકાના અલગ અલગ સિટીમાં પ્રિ-નવરાત્રી અને નવરાત્રીના કાર્યક્રમમાં ગરબા મહોત્સવ અને ડાયરા કરનાર છે. જેમા શિકાગો ડલ્લાસ, એટલાન્ટા હયુસ્ટન અને ન્યૂજર્સી સહીતમાં કિર્તીદાન ગઢવીના કાર્યક્રમ યોજાયા છે. આમ ગુજરાતમાંથી એક માત્ર લોકગાયક કિર્તીદાન ગઢવી સાંજીદા ટીમ સાથે વિદેશની ધરતી પર દોઢ મહિના માટે પહોચ્યાં છે અને આમેય કહેવાયુ છે જયા જ્યા વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાલ ગુજરાતીની જેમ ભારતીયો પણ કિર્તીદાનના સૂરના સથવારે ગરબા રમવા ઉત્સુક બન્યા છે.
દુબઈમાં કિર્તીદાનનો ગરબા મહોત્સવ
અમેરિકાની વિદેશની ધરતી પર ગરબાની રમઝટ માટે પહોંચેલા કિર્તીદાન ગઢવીની સફર આરબ અમિરાતના દેશ દુબઈમાં રહેશે જેમા 5 અને 6 ઓક્ટોબરે દુબઈમાં કિર્તીદાનનો પ્રિ-નવરાત્રી ગરબા મહોત્સવનું આયોજન કરાયુ છે.