સ્લમ વિસ્તારનાં બાળકો અને જરૂરીયાતમંદો માટે હેલ્થ કેમ્પ યોજી સમાજને પાઠવ્યો સંદેશ
માનવ કલ્યાણ મંડળ-ગુજરાત સંસ દ્વારા આયોજીત આ સંસ્થાની સલાહકાર સમિતિનાં ટ્રસ્ટી એવા રાજકોટ નાં ખ્યાતનામ ઉધોગપતી મેટોડા સ્થિત એંજલ પંપ વાળા શિવલાલ આદ્રોજાનાં પૌત્ર ધ્રુવ નાં જન્મદિવશની ભવ્ય ઉજવણી તદ્દન અનોખી રીતે કરવામાં આવી હતી. રાજકોટનાં જામનગર રોડ પરનાં સ્લમ વિસ્તારનાં ૩૦૦ બાળકોને મીઠાઇ જલેબીથી મીઠું મોઢું કરી સાદગીથી ઉજવવામાં આવ્યો હતો અને સાથે સાથે હેલ્થ કેમ્પ, વ્યશનમુક્તી, અભ્યાસનું મહત્વનાં જ્ઞાનની શિબીર યોજવામાં આવી હતી અને સંસ્થા દ્વારા બાળકોને નિ:શુલ્ક વિટામીન-એ, તેમજ વોર્મમાટે આબેંડાઝોલની ટેબલેટ અને મહિલાઓને નિ:શુલ્ક મલ્ટી વિટામીનની કેપ્સલ તથા બધા બાળકોને સ્વીટ સાથે જમાડીને દરેકને અનોખી ગીફ્ટ અને દરેકને ચપ્પલ આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે બીએપીએસ સંસ્થાના અપૂર્વમુની સ્વામીએ પોતે હાજર રહીના સકતા પીઆર કાર્યકર સાથે ખાસ આશીર્વાદ પાઠવેલ હતા. આ સેવાકાર્યના સહભાગી એવા આદ્રોજા પરીવારનાં શિવલાલભાઇ નાં પુત્રો અશ્વીનભાઇ, કીરીટભાઇ, નરેન્દ્રભાઇ અને પરીવારનાં રેવાબેન, રંજનબેન, વર્ષાબેન, તૃપ્તિબેન, સાહીલ, વ્રજ, દેવ્યાની, અંકીતા દરેકે ધ્રુવના જન્મ દિવશની શુભકામના આપી અને આ સેવાકીય વીચારને વધાવી લઇ અનુકરણ માટે સહકાર આપવા સંકલ્પ કર્યો હતો.
આ પ્રસંગે મંડળનાં ચેરમેન મુકેશભાઇ મેરજાએ જાહેરાત કરી હતી કે કોઇ પણ ઉમરનાં બહેનો કે જેઓને રહેવા આશરાની જરૂરીયાત હોઇ તો સંસ્થા તદ્દન નિ:શુલ્ક રહેવા, જમવા, તથા કપડા વિ. નથી વ્યવસ્થા આપસે અમારા આ આધુનીક મહિલા નિરાધાર આશ્રય ખાતે રહેનાર મહિલાઓને તમામ સુવિધા સાથે તેઓને પોતાની આવડત અને રૂચી અનુશાર સંસ્થા દ્વારા તાલીમ આપવામાં આવશે. અને આ રીતે તેઓને સ્વનિર્ભર પણ કરવામાં આવશે.
જો કોઇ મહિલાઓ રીક્ષા ચલાવી પગભર થવા માંગતી હોઇ તો તેને સંસ્થા દ્વારા પિંક ઓટો રીક્ષા, લાઇસન્સ, ટ્રેનીંગ ફ્રી આપવામાં આવશે, વધુ માહીતી માટે સંસ્થાની ઓફીસ : માનવ કલ્યાણ મંડળ-ગુજરાત, ૪-ગંગા જમુના સરસ્વતી ટાવર, ગોંધીયા હોસ્પીટલ પાછળ, એકતા પ્રકાશન પાસે, યુનિ.રોડ, ખાતે ફોને ન – (૦૨૮૧ ૨૫૭૧૦૩૦), સંસ્થાનાં ચેરમેન મુકેશભાઇ મેરજા (૯૪૨૬૭ ૩૭૨૭૩) કે સંસ્થાના પ્રમુખ ગીતાબેન પટેલ (૯૪૨૯૧ ૬૬૭૬૬)નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.