લોકગાયિક કિંજલ દવે ખુબ જાણીતી છે. ત્યારે આ સમયે કિંજલ દવેએ પહેરેલા આઉટફિટ્સે લોકોનું ધ્યાન ખેચાયું છે. તેણીએ બ્લેક કલરનું ક્રોપટોપ પહેર્યું છે. તેણી ક્રોપટોપ પહેરીને અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે. તેણીનો આ ટ્રેડિશનલ લુક તસવીરો સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. કિંજલ દવેએ શેર કરેલી તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી. તેણીની આ તસવીરોમાં અલગ-અલગ સુપર કોમેન્ટ આવી છે.
ચાહકોએ તેમની તસવીરોને ખૂબ પસંદ કરી હતી. આ ક્રોપટોપ લુકમાં તેણી ખુબજ આકર્ષક લાગી રહી છે. તેણીએ બ્લેક ચણિયો, બ્લેક અને વ્હાઇટ બ્લાઉઝ પહેર્યું છે. તેણીએ હેન્ડવર્ક કરેલ આઉટફિટ પહેર્યું છે. તેને ગાળામાં ચેઈન અને હાથમાં રિંગ પહેરી છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણીનો આ લુક જોઈને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.