ઓસ્ટ્રેલીયન ગુજરાતી મ્યુઝીક ક્મ્પોઝર ‘કાઠિયાવાડી કિંગ’નો દાવો: કિંજલે દોષનો ટોપલો સરસ્વતી સ્ટુડીઓ ઉપર ઢોળ્યો
‘તને ચાર-ચાર બંગડીવાળી ગાડી લઈ દવ’ તેવું કિંજલ દવે તેના ભાઈને મનાવવા ગાતી હતી પરંતુ આ ચાર-ચાર બંગડીવાળી ગાડી પણ સરસ્વતી સ્ટુડીઓવાળાએ ઉઠાંતરી કરેલ હતી જે ગાડીના ગીતો ગાઈ કિંજલ નાના ભાઈને ગિફટ આપવા માંગતી હતી તેણે પોતાના ભાઈને જ મામુ બનાવ્યો. આપણે અત્યાર સુધી ફેક ન્યુઝ અને ચોરી વિશે સાંભળતા આવ્યા છીએ પરંતુ કિંજલને તો કોકે ભોગસ ગાડી જ ધાબડી દીધી.
અમદાવાદની લોકલ કોર્ટે કિંજલ દવેને ચાર-ચાર બંગડી ગીત ગાવા પર પ્રતિબંધ ઝીંકયો છે. કોપી રાઈટના નિયમ મુજબ ટ્રેડમાર્ક કલમ ૩૪ અંતર્ગત રેડ રીબીન એન્ટરટેઈમેન્ટ પ્રા.લી.ના મ્યુઝિક કમ્પોઝર કાર્તિક પટેલ કે જે કાઠીયાવાડી કિંગ તરીકે ઓળખાય છે. તેનો દાવો છે કે આ ગીત તેણે ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ યુ-ટયુબ પર અપલોડ કર્યું હતું.
પરંતુ કિંજલ દવેએ તેના લીરીકસ અને મ્યુઝીકની ઉઠાંતરી કરી તેમાં ખુબજ સામાન્ય ફેરફારો સાથે ૨૦ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ યુ-ટયુબ પર અપલોડ કર્યું હતું. જો કે આ વિવાદ ત્રણ વર્ષથી ચાલ્યો આવતો હતો પરંતુ હવે આ ગીતનો વિવાદ વધુ વકર્યો છે.
ઓસ્ટ્રેલીયાના ગુજરાતી સીંગરના દાવા બાદ હવે ૨૨મી જાન્યુઆરીએ આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યાં સુધી કિંજલે કોઈપણ કોમર્શીયલ ફંકશનમાં આ ગીત ગાવા ઉપર મનાઈ કરવામાં આવી છે. સૌપ્રથમ કાઠિયાવાડી કિંગનું આ ગીત અપલોડ કરવામાં આવ્યું હતું. ટ્રેડમાર્ક નિયમ મુજબ જે પણ વસ્તુઓ કે ક્ધટેન્ટ જેના દ્વારા સૌપ્રથમ વખત મુકવામાં કે શેયર કરવામાં આવે તેને કોપીરાઈટના નિયમ મુજબ પ્રાધાન્યતા અપાય છે. કાઠિયાવાડી કિંગનું કહેવું છે કે, પોતે સરસ્વતી સ્ટુડીઓ પહેલા પોતાનું ગીત અપલોડ કર્યું હતું. જો કે, આ ગીત મામલે કિંજલ દવેએ સ્પષ્ટ કહ્યું કે, મને તો મ્યુઝીક કંપની દ્વારા આ ગીત આપવામાં આવ્યું હતું.