કિંગ્સ ઈલેવન પંજાબના સુપર કિંગ ક્રિસ ગેઈલે એકલા હાથે કિંગ્સ ઇલેવન પંજાબને સાન રાઇઝર્સ હૈદરાબાદ સામે વિયાજયી બનાવી દીધું છે  અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે થયેલા ૧૬માં મુકાબલામાં પંજાબે ૧૫ રને જીત મેળવી લીધી છે. પંજાબે હૈદરાબાદને માત આપીને તેમના વિજય રથને રોકી દીધો હતો.આ સાથે જ કિંગ્સ ઇલેવન પંજાબે ૪ મેચમાંથી ૩ મેચ જીતી લીધી છે

પંજાબે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અશ્વિનના આ નિર્ણયથી તે વખતે બધા જ ચોકી ગયા હતા અને તે આઈપીએલ ૨૦૧૮નો પહેલો એવો કેપ્ટન બની ગયો જેને ટોસ જીતીને બેટિંગ લેવાનો નિર્ણય લીધો હતો. તે ઉપરાંત મેચ જીતીને વધુ એક કારનામું પોતાના નામે જોડી દીધો છે.

પંજાબે પહેલા બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં ત્રણ વિકેટના નુકશાને ૧૯૩ રન બનાવી લીધા હતા. જેમાં ક્રિસ ગેઈલે મેરેથોન ઈનિંગ રમતાં અણનમ ૧૦૪ રન ફટકારી દીધા હતા.  કરૂણ નાયરે ૩૧ રનની ઈનિંગ રમી હતી. તે ઉપરાંત લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલે ૧૮-૧૮ રનની ઈનિંગ રમી હતી. અંતે ફિન્ચે ૦૬ બોલમાં ૧૪ રન ફટકાર્યા હતા. હૈદરાબાદ તરફથી રશીદખાન, ભુવી અને સિદ્ધાર્થ કોલે એક-એક વિકેટ ચટકાવી હતી.ક્રિસ ગેઈલે ૧૨ સિક્સર ફટકારી હતી જેમાં રશીદ ખાનની બોલિંગમાં ચાર બોલમાં ચાર સિક્સર પણ લગાવી હતી

હૈદરાબાદે ૧૯૪ રનના ટાર્ગેટનો પીછો કરવા માટે  શિખર ધવન અને રિદ્ધિમાન સાહાને મોકલ્યા હતા. જોકે, શિખર ધવન એક બોલ રમીને રિટાયર્ડ હર્ટ થઈ ગયો હતો. ત્યાર બાદ કેપ્ટન વિલિયમ્સને ટીમને જીત અપાવવા માટે કેપ્ટન ઈનિંગ રમતા ૫૪ રન ફટકાર્યા હતા. પરંતુ તેની આ ઈનિંગ હૈદરાબાદને જીતના ટાર્ગેટ સુધી પહોંચાડી શકી નહતી. તે ઉપરાંત મનીષ પાંડેએ ૫૭ અને શાકિબ અલ હસને ૨૪ રનની ઈનિંગ રમી હતી. આમ હૈદરાબાદ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૧૭૮ રન જ બનાવી શકી હતી. હૈદરાબાદ તરફથી મોહિત શર્મા અને એન્ડ્રૂ ટ્રાઈએ બે-બે વિકેટ ચટકાવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.