બોટાદમાં આવેલ સાળંગપુર મંદિર જગવિખ્યાત છે. કહેવાય છે કે શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર. દેશ વિદેશથી ભક્તો અહી દાદાના આશીર્વાદ મેળવવા અને આરાધના કરવા માટે આવતા હોય છે. કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ પુરજોશમાં ચાલી રહ્યો છે.
ત્યારે આજ રોજ કુંડળધામમાં સંતો દ્વારા હનુમાન દાદાના મુખની આરતી ઉતારવામાં આવી હતી. અહિંયા વિરાટ 54 ફૂટની બોર્ઝની હનુમાનજી દાદાની મૂર્તિની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. મૂર્તિના પગ અને છાતીનો ભાગ અગાઉ આવી ગયેલ હોઈ જેને ફીટીગ કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે.
સાળંગપુર ધામે કિંગ ઓફ સાળંગપુર. 54 ફુટ ઉંચી હનુમાનજી દાદાની મૂર્તિ મુકવાની છે. ત્યારે મૂર્તિનું મુખ અને છાતીનો ભાગ કુંડળ ધામ આવી પહોંચતાં સંતો અને મહંતો દ્વારા દાદાની મૂર્તિના મુખનું વિધિવત પૂજન કરી આરતી ઉતારવામાં આવી હતી.
આ મૂર્તિ હરિયાણાના માનસર ખાતે બની રહી છે, જેના અલગ અલગ પાર્ટ સાળંગપુર આવી રહ્યા છે ત્યારે આજે મૂર્તિનું મુખ સાળંગપુર ખાતે આવી પહોંચતા મંદિરના શાસ્ત્રી હરીપ્રકાશ સ્વામી, કોઠારી વિવેકસાગર સ્વામી સહિત અન્ય સંતો અને મહંતો દ્વારા ભવ્ય સ્વાગત કરી પૂજાવિધિ કરવામાં આવી હતી