સિઝનની શરૂઆતમાં ગત વર્ષ કરતા આ વર્ષે કેરીનાં ભાવ કિલોએ ૨૦૦ થી ૩૦૦ રૂપિયા ઓછા: ઠંડીના લીધે કેશર કેરીને આવતા હજુ ૧૫ થી ૨૦ દિવસ લાગશે.

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આ ઋતુમા નાના-મોટા સૌને પ્રિય એવા ફળોના રાજા કેરીની આવક શરૂ થઈ ગઈ છે. ઉનાળાની શરૂઆતમાં તો કેરીના ભાવ આકાશને આંબતા હોય છે. પરંતુ કેરી રસીકોને ભાવ નડતા નથી હાલ કેરીના આગમનથી બજારમાં શુ સ્થિતિ છે તે જાણવા ‘અબતક’ દ્વારા પ્રયાસ કરવામા આવ્યો હતો.

કેરીના વેપારી વિનુભાઈએ જણાવ્યું હતુ કે અત્યારે હાફુસ અને લાલબાગ કેરીની આવક શરૂ થઈ ગઈ છે. હાફૂસ કેરીમાં રત્નાગીરી હાફુસ અને દેવગઢ હાફુસ આવે છે.ગત વર્ષે શરૂઆતમાં એક કિલો કેરીના ભાવ ૬૦૦ રૂ. હતા. પરંતુ આ વર્ષે ૩૦૦થી ૪૦૦ રૂ. છે ઠંડીના લીધે કેસર કેરીની ૧૫ થી ૨૦ દિવસ પછી આવક શરૂ થશે.

અત્યારે નેચરલ કેરીમાં રત્નાગીરી હાફુસ આવે છે. ત્યારબાદ લાલબાગ આવે છે.લાલ બાગ કેરી ઓછી કિંમતે મળે છે. આ કેરી કાર્બેટથી પકાવવામાં આવતી નથી આ કેરીને ભઠ્ઠીથી પકાવવામાં આવે છે. ગત વર્ષ કરતા ભાવ ઓછા હોવા છતા પણ આ વર્ષે કેરીની ગત વર્ષ કરતા અડધી જ માંગ છે. કેસર કેરીની આવક શ‚ થાય એટલે લાલબાગ કેરીના ભાવ તુટી જાય છે.

પ્રકાશ ક્ધઝયુમરનાં સુંદરભાઈએ જણાવ્યું હતુ કે અત્યારે અમારી પાસે હાફુસ, રત્નાગીરી કેસર, રત્નાગીરી હાફુસ, કલીકટની હાફુસ, લાલબાગ અને તોતા કેરી ઉપલબ્ધ છે. શરૂઆતમાં કેરીના ભાવ ઉંચા હોય છે. જેથી વેચાણ પણ ઓછુ જહોય છે. શ‚આતમાં કેરીના રસીકો જ કેરી ખરીદે છે. હોળી પછી કેરીની આવક વધશે એટલે ભાવ ઘટશે તેવી માંગ પણ વધશે અમારે ત્યાં લાલબાગ કેરીનોભાવ ૧૨૫ થી ૨૫૦ સુધી અને હાફુસ નો ભાવ ૩૦૦નો ભાવથી ૫૦૦ છે. કેરીના વેપારી હિતેશભાઈએ જણાવ્યું હતુ કે અત્યાર હાફુસ અને લાલબાગ કેરીની આવક છે. હાફુસ અને લાલબાગ કેરી નેચરલ રીતે પકાવવામાં આવે છે. જયારે કેસર કાર્બેટથી પકાવવામાં આવે છે. કેસર કેરીની આવક શરૂ થશે એટલે હાફુસ અને લાલબાગ કેરીની માંગ અડધી થઈ જશે હાફુસ અને લાલબાગ કેરી કેરળથી આવે છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.