પ્રિવ્યુમાં દીપિકાની ઝલક પણ જોવા મળી, શું હશે તેનો કિરદાર..?
શાહરૂખ ખાનની જવાન ફિલ્મ આમ તો ઘણા સમયથી તેના લૂક માટે ચર્ચા હતી , તાજેતરમાં ફિલ્મ જવાનનો પ્રિવ્યુ રીલીઝ થયો છે. ત્યારે શરુખનનું કેરેક્ટર પ્રીવ્યુંમાં જોવા મળ્યું છે, જેમાં તે એક હીરોની સાથે એક ખલનાયકની ભૂમિકામાં પણ જોવા મળ્યો છે. પ્રીવ્યુંમાં એવા ડાઈલોગનો પણ સમવેશ કરવામાં આવ્યો છે જે ખરેખર ખુબજ પ્રભાવિત કરી જાય છે , જેનાથી કિંગ ખાનની ખલનાયકની ભૂમિકા તાદર્શ અનુભવી શકાય છે.
આ ફિલ્મમાં શાહરુખની સાથે ફીમેલ એક્ટ્રેસમાં નયનથારા તેમજ વીજય સેથુપથી પણ જોવા મળશે. પ્રીવ્યુંમાં દીપિકા પાદુકોણની પણ ઝલક જોવા મળી છે તો જોવું રહ્યું કે આ ફિલ્મમાં દીપિકા ક્યાં કીરદારમાં જોવા મળશે.
કિંગ ખાનને અપણે અગાઉ પણ ડર, બાઝીગર જેવી ફિલ્મોમાં ખલનાયકના કિરદારમાં જોયો છે અને તેની ભૂમિકાને ખુબજ વખાણી છે. તો “જબ મેં વિલન બનતા હુના ના તો કોઈભી હિરો ટીક નહિ શકતા” ની સાથે જવાન ફિલ્મમાં શરુખનો વિલનનો લૂક જોઇને ફિલ્મ જોવા માટે આતુર થયા છે દર્શકો. તો હવે 7 સપ્ટેમ્બર સુધી રાહ જોવી જ રહી .