ચાની પતી, મગનું પાણી, અડદનું પણ તેમજ વેજીટેબલથી અદકેરી પેઈન્ટીંગ્સ બનાવાઈ
શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી ખાતે કિશોરસિંહ વાળાના ચિત્રોનું ‘રાજા ઈન બ્લુ એન્ડ વાઈટ આર્ટ’ એકઝિબીશનનું આયોજન તા.૭ સુધી કરવામં આવ્યું છે. આ એકિઝીબીશનમાં પ્રખ્યાત ચિત્રકાર ચિત્રોની પ્રદર્શની તેઓએ ચાની પતી, મગનું પાણી, અડદના પાણી તથા વેજીટેબલ કલરથી અનેક ડ્રોઈંગ્સ કર્યા છે. અને તેમને અનેક એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.
પાંચ વર્ષની ઉંમરથી ચિત્રની શરૂઆત કરી :કિશોરસિંહ વાળા
અબતક સાથેની વાતચીત દરમિયાન કિશોરસિંહ વાળાએ જણાવ્યું હતુ કે મને નાનપણથી ચિત્ર બનાવવાનો શોખ હતો મને ઘોડા જોવાનો બહુ શોખ હતો. ત્યારે પાંચ વર્ષની ઉંમરે મેં ઘોડાનું ચિત્ર બનાવ્યું હતુ.ત્યારબાદ ચિત્રકલા અંગેની તાલીમ રાજકોટની સૌરાષ્ટ્ર ચિત્રશાળામાં મેળવી ત્યારબાદ ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસ વડોદરામાં વધુ અભ્યાસ અર્થે પ્રવેશ મેળવ્યો અને ચિત્રકલા અને ગ્રાફિક વિષય પર સંસ્થામાંથી બી.એ ફાઈન આઈર્ટસની ડિગ્રી પ્રાપ્ત કરી ગ્રેજયુએટ થયો ત્યારે ઓઈલ પેઈન્ટીંગ કરતો ત્યારબાદ ગ્રાફીકસ લીધું અને ગ્રાફીકમાં મને ઘણા બધા એવોર્ડ મળેલા અને ગ્રાફીકથી લાયકાત મળી ત્યારબાદ વેજીટેબલ કલર અને ચાની પત્તીથી હાથી, પુષ્પ, ઉટ અને માનવ પાત્રોમાં સરળ ડ્રોઈંગ્સ કર્યા હતા. અને મને નેશનલ એવોર્ડ મળેલ છે. ગ્રાફીક આર્ટ મા‚ બિગીનીંગ થયું પરંતુ જયારથી મુંબઈમાં રહેવા માંડયો અને સ્વાવલંબન હોય અને ક્રિએટીવીટી હોય તમારી કલ્પના શકિત એવી હોય તો કુદરતી તમને મદદ કરે. અને તેના માટે જ કહુ છું વર્ક ઈસ વર્કશીપ અને તેના માટે બોલો નહી પરંતુ તમે કરેલ વર્ક બોલે. હું અડદનું, ચાનુ, મગનું પાણી કાગળ પર રેડી દેતો અને ત્યારબાદ ડ્રોઈંગ કરતો અને પછી તે ક્રેએશન થયું અને મને તેની ક્રેડીટ મળી હતી.
કિશોર વાળાએ માનવ પાત્રો તથા જૈવિક આકારો લઈને પણ ચિત્રો કર્યા છે. તેમાં અમૂર્તતાના પણ દર્શન થાય છે. તેમના ચિત્રો તેમના ઉદારમતવાદી તથા ક્રાંતીકારી સ્વભાવના પણ દર્શન કરાવે છે.દેશમાં મોટી સંખ્યામાં તેમના નીજી પ્રદર્શનો યોજાયા છે. અનેક જાહેર સંસ્થાઓ તથા ખાનગી સંગ્રહોમાં તેમના ચિત્રો સચવયા છે. તેઓ સ્વયં અનેક ચિત્રકારોના ચિત્રો ખરીદી સંગ્રહ કરે છે. વર્ક ઈઝ વર્શિપ (કામ એજ પુજા) તેમજ સત્ય અને પ્રેમ એ પ્રકાશ તરફ લઈ જાય છે. તે તેમની કલા અને જીવન ધ્યેયએ સત્યમ્, શિવમ્, સુંદરમ્ને માનનારા છે.
આર્ટ ગેલેરીમાં આયોજીત ચિત્ર પ્રદર્શની એક વખત અચૂક નિહાળો : ભવાનીસિંહ બિલખા
અબતક સાથેની વાતચીત દરમિયાન ભવાનીસિંહ બિલખા એ જણાવ્યું હતુ કે કિશોરસિંહ મારા અંકલ છે. અને અમે ખૂબજ ગર્વ અનુભવીએ છીએ કે તેમના પેન્ટીંગ ખૂબજ સુંદર છે. અને તેમને ઘણા બધા સ્ટેટ, નેશનલ, ઈન્ટરનેશનલ એવોર્ડ મળેલ છે આ એકઝિબીશન શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરીમાં ૩ થી ૭ તારીખ દરમિયાન રાખેલ છે. તેમાં મારા અંકલ કિશોરસિંહ દ્વારા બનાવેલ ચિત્રો પ્રદર્શિત કરવામાં આવેલ છે. અને હું બધાને કહેવા માંગીશા કે આ એકઝિબીશન જોવા જ‚ર આવે. તેઓને આંગળીઓ નહતી તો પણ તે વેજીટેબલ દ્વારા ચિત્રો બનાવતા હતા. કે બટેટા, ટમેટાથી પેઈન્ટીંગ બનાવતા મને તેમને બનાવેલ બધા જ ચિત્ર ખૂબજ પસંદ છે.