ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાની વચ્ચે દોસ્તી મજબૂત કરવાનો સિલસિલો ચાલુ છે. હવે ઉત્તર કોરિયાએ એલાન કર્યું છે કે તે દક્ષિણ કોરિયાના ટાઇમ ઝોન પ્રમાણે સમય મેળવવા માટે પોતાના દેશની ઘડિયાળોને 30 કલાક આગળ કરી લેશે. 27 એપ્રિલના રોજ ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઇને પહેલીવાર એકબીજાના હાથોમાં હાથ લઇને વાતચીત કરી. બંને નેતા બોર્ડર પર બનેલા ડિમિલિટ્રાઇઝ્ડ ઝોન (અસૈન્ય ક્ષેત્ર)માં લગભગ 28 સેકન્ડ સુધી હેંડશેક કરતા રહ્યા. તેની સાથે બંને દેશોની વચ્ચેનું 65 વર્ષોનું અંતર ખતમ થઇ ગયું. ત્યારબાદ લગબગ દોઢ કલાક ચાલેલી વાતચીતમાં બંને દેશ શાંતિ કરાર માટે પણ તૈયાર થઇ ગયા.
2015માં બદલી નાખ્યા હતા ટાઇમ ઝોન
– 2015માં બંને દેશોએ અલગ-અલગ ટાઇમ ઝોન બનાવી લીધા હતા. ઉત્તર કોરિયાએ પોતાનો માન્ય સમય દક્ષિણ કોરિયાથી 30 મિનિટ પાછળ કરી લીધો હતો.
– ઉત્તર કોરિયાએ તેને રાષ્ટ્રીયતા હેઠળ કરવામાં આવતું કામ જણાવ્યું છે. કહ્યું કે નવો ટાઇમ ઝોન ઉપનિવેશ કાળ પહેલા ઉત્તર કોરિયામાં હતો. ઉલ્લેખનીય છે કે 1910-45 સુધી ઉત્તર કોરિયા, જાપાન હસ્તક હતું.
– જોકે કેસીએનએનું કહેવું છે કે ઉત્તર કોરિયન સરમુખત્યાર કિમ જોંગ ઉને દક્ષિણ કોરિયન રાષ્ટ્રપતિની સાથે ઐતિહાસિક મુલાકાતમાં વચન આપ્યું હતું કે તેઓ પોતાના દેશનો ટાઇમ ઝોન તેમના હિસાબે કરી લેશે.
બંને દેશોની ઘડિયાળોમાં અલગ સમય જોઇને દુઃખ થયું
– કેસીએનએના જણાવ્યા પ્રમાણે, “કિમ જ્યારે દક્ષિણ કોરિયા આવ્યા તો સરહદ પર બંને પાડોશી દેશોની દીવાલ પર ટિંગાડેલી ઘડિયાળો પર અલગ સમય જોઇને તેમને ઘણું દુઃખ થયું. તે જ સમયે બંને દેશોના ટાઇમ ઝોન એક કરવાનો તેમણે નિર્ણય કર્યો. બંને દેશોને એક કરવા માટે આ પગલાને પહેલો વ્યાવહારિક પ્રયત્ન કહી શકાય.”
– ઉત્તર કોરિયાની સંસદે પણ દક્ષિણ કોરિયન ટાઇમ ઝોનને અપનાવવાની વાતને સોમવારે મહોર મારી દીધી છે. 5 મેથી બંને દેશોની ઘડિયાળનો સમય એક થઇ જશે.
– દક્ષિણ કોરિયન રાષ્ટ્રપતિ મૂનના પ્રવક્તા યૂન યંગ-ચાને પણ ઉત્તર કોરિયાના નિર્ણયની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે આ પ્રતીકાત્મક પગલું બંને દેશોના સંબંધો મજબૂત થશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com