ગાંધીનગરનું લઘુતમ તાપમાન 5.5 ડિગ્રી, જૂનાગઢનું 6.1 ડિગ્રી ડિસાનું તાપમાન 7.6 ડિગ્રી, રાજકોટ અને અમદાવાદ 8.6 ડિગ્રી સેલ્શીયસ સાથે ઠુંઠવાયા: હજી ચાર દિવસ કોલ્ડવેવ યથાવત રહેશે
અબતક,રાજકોટ
જમ્મુ-કાશ્મીર સહિત ઉતર ભારતનાં રાજમાં થઈ રહેલી બરફ વર્ષાના કારણષ સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં કાતીલ ઠંડીનું મોજૂ ફરી વળ્યું છે. આજે જૂનાગઢમાં ગીરનાર પર્વત પર તાપમાનનો પારો 1 ડિગ્રીએ પહોચી જતા ભાવિકો ઠંડીમાં ઠુંઠવાઈ ગયા હતા. કચ્છનું નલીયા પણ આજે 4.6 ડિગ્રી સાથે કાતીલ ઠંડીમાં ઠરીને ઠીકરૂ થઈ ગયું હતુ. રાજયમાં હજી ચાર દિવસ કોલ્ડવેવની આગાહી આપવામાં આવી છે. આજે રાજયના સાત શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં પહોચી ગયા હતા હજી આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.
ઉતર ભારતનાં રાજયમાં થઈ રહેલી બરફ વર્ષાના કારણે ગુજરાતમાં સોમવારથી કાતીલ ઠંઠીનો નવો રાઉન્ડ શરૂ થયો છે. આજે રાજયભરમાં ઠંડીનું જોર વધુ હતુ.
ઠંઠાગાર પવનોના કારણે લોકો કાતીલ ઠંડીમાં થર થર ધ્રુજી ઉઠ્યા હતા. રાજકોટનું લઘુતમ તાપમાન આજે 8.6 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ. ગઈકાલની સરખામણી આજે તાપમાનનો પારો એક ડિગ્રી સુધી નીચો પટકાયો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 65 ટકા અને પવનની સરેરાશ ઝડપ 4 કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. કચ્છનું નલીયા આજે રાજયનું સૌથી ઠંડુ શહેર રહેવા પામ્યું હતુ. નલીયાનું લઘુતમ તાપમાન આજે 4.8 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ. જયારે ગાંધીનગરનું લઘુતમ તાપમાન 5.5 ડિગ્રી,જૂનાગઢનું લઘુતમ તાપમાન 6.1 ડિગ્રી રહેવા પામ્યું હતુ. સામાન્ય રીતે જૂનાગઢ શહેરના લઘુતમ તાપમાન કરતા ગીરનાર પર્વત પર પારો પાંચ ડિગ્રી નીચો રહેતો હોય છે.આજે ગીરનાર પર્વત પર લઘુતમ તાપમાનોપારો 1.1 ડિગ્રી સુધી નીચો સરકી જતા જાણે ગીરનાર પર્વત હિમાલય બની ગયો હોય તેવો અહેસાસ ભકતોને થતો હતો. પાણી જાણે બરફ બની ગયું હોય તેવો અહેસાસ થતો હતો.
આજે અમદાવાદનું લઘુતમ તાપમાન 8.6 ડિગ્રી પોરબંદરનું લઘુતમ તાપમાન 9.4 ડિગ્રી, કંડલા 9.6 ડિગ્રી, બરોડા 10 ડિગ્રી, ભાવનગર 11.6 ડિગ્રી, ભૂજ 10.2 ડિગ્રી, દમણનું તાપમાન 11.4 ડિગ્રી, દીવનું તાપમાન 11 ડિગ્રી સુરતનું તાપમાન 11 ડિગ્રી અને વેરાવળનું લઘુતમ તાપમાન 11.7 ડિગ્રી નોંધાયું હતુ કાતીલ ઠંડીના કારણે રાજમાર્ગો પર સન્નાટો જોવા મળી રહ્યો છે.
રાજયમાં આગામી ચાર દિવસ અમૂક શહેરોમાં ઓરેન્જ એલર્ટ અને અમૂક શહેરોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, ભરૂચ, આણંદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, ભાવનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં યલો એલર્ટ આપવામાં આવી છે. આગામી ચાર દિવસ હજી કાતીલ ઠંડીનો પ્રકોપ યથાવત રહેશે.