વિદ્યાર્થીઓએ સૂકો-ભૂનો કચરો અલગ કરી સ્વચ્છતા અને સુઘડતા અંગે જાગૃકતાના સંદેશા આવ્યા
ગુજરાત સરકારના સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજરોજ ઉન્નતી સ્કુલનાવિદ્યાર્થીઓ દ્વારા શહેરનાં રાજમાર્ગો પર સ્વચ્છતા રેલી યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ સૂકો અને ભીનો કચરો જુદો કરવા અંગે લોકોને અપીલ કરવામાં આવી હતી.આ રેલીમાં પર્યાવરણ એન્જીનીયર, શાળાના પ્રિન્સીપાલતથા શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા.
અબતક સાથેની વાતચીત દરમિયાન ઉન્નતિ સ્કુલના ડિરેકટર સંજયભાઈજોશીએ જણાવ્યું હતુ કે અમે છેલ્લા ૩૦ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે જોડાયેલ છીએ શિક્ષણનીસાથોસાથ સમાજમાં જાગૃતિ આવે તથા આપણી આવનારી પેઢી સુઘડતા શીખીને જવાબદાર નાગરીક બનેતેવો અમારો હરહંમેશ પ્રયત્નો હોય છે. કોર્પોરેશન દ્વારા કલિનેથોન કાર્યક્રમ શરૂ થયેલો છે. તે અંતર્ગત અમારી સ્કુલ દ્વારા ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ દ્વારાસાઈકલરેલીનું આયોજન કર્યું છે. રાજકોટના અલગ અલગ વિસ્તારમાં જઈસૂકો અને ભીનો કચરાનું કઈ રીતે વર્ગીકરણ કરવું તે અંગે લોકોને સમજાવ્યું હતુ આ રીતે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન પર્યાવરણ એન્જીનીયર એન.આર.પરમારએ જણાવ્યું હતુ કે બાળકો આપણુ ભાવિ છે જો બાળકોમાં અત્યારથી જ સ્વચ્છતાઅંગે જાગૃતી આવશે. તો મોટાથઈને જે ટેવ પડી હોય તો તે મુજબ અનુસરશે. થોડા દિવસ પહેલા જ કલીનેથોનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં એકી સાથે આર.એમ.સી.દ્વારા ૬૫૦૦૦ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ હતી. તેથી સ્કુલના વિદ્યાર્થીઓ સ્વચ્છતા અંગે જાગૃત થાય જો નાના બાળકો તેના માતાપિતા કે કુટુંબીજનોને કહેશે કે સુકો, ભીનો કચરો જુદો પાડવો.
ઉન્નતિ સ્કુલના ટ્રસ્ટી મંડળ શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવુંછું આ પ્રકરનાં કાર્યક્રમો દરેક સ્કુલ કરવામાં આવે તો સ્વચ્છતા અંગેની સમજણમાં વુધ્ધિ થશે.