રાજયમાં પીએસઆઇની ઘટ પુરી કરવા માટે 2020માં એએસઆઇ તરીકે ફરજ બજાવતા સ્ટાફની ખાતાકીય પરિક્ષા લેવામાં આવી હતી. ત્યારે એએસઆઇ તરીકે ત્રણ વર્ષ પુરા થયા હોય તેઓ જ પરિક્ષા આપી શકે તેવા નિયમના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારના સ્ટાફના પ્રમોશન મોડા મળવાના કારણે કેટલાક એએસઆઇ પરિક્ષા આપી શકે તેમ ન હોવા અંગે અદાલતમાં દાદ માગવામાં આવી હતી. અને કોર્ટના માર્ગ દર્શન હેઠળ પરિક્ષા આપીને પાસ થયા હતા. ત્રણ વર્ષ પહેલાં પરિક્ષા પાસ થયેલા એએસઆઇનું ક્લિયરન્સ પુછી ફોજદાર તરીકે પોસ્ટીંગ આપવામાં આવે તે પહેલાં 70 જેટલા એએસઆઇ પીએસઆઇની રાહમાં નિવૃત થઇ ગયા બાદ ગૃહ વિભાગ દ્વારા ફરી 538 એએસઆઇનું ક્લિયરનસ પૂછવામાં આવ્યું છે. જેમાં રાજકોટની પાંચ મહિલા સહિત 16 એએસઆઇનો સમાવેશ થાય છે.
2020માં ખાતાકીય પરિક્ષા પાસ થયા બાદ પીએસઆઇ બને તે પહેલાં 70 એએસઆઇ નિવૃત થઇ ગયા
એએસઆઇની ખાતાકીય પરિક્ષા બાદ ગૃહ વિભાગ દ્વારા ગત 22 જુને પરિક્ષા પાસ થયેલા એએસઆઇનું ક્લિયરન્સ પૂછવામાં આવ્યું હતું. અને 30 જુન દરમિયાન શીટ શાખા દ્વારા ક્લિરન્સ રિપોર્ટ આપી દેવામાં આવ્યો હતો. પરંતું ગમે તે કારણોસર એએસઆઇને પીએસઆઇ તરીકે બઢતી આપવાનું બાકી રહી ગયું હતું. જુન દરમિયાન પીએસઆઇની ઘટ હતી
ત્યાર બાદ નવેમ્બર દરમિયાન મોટી સંખ્યામાં પીએસઆઇ નિવૃત થતા ફોજદારની ઘટ ઉતરોતર વધતી જતા પીએસઆઇની જગ્યા પુરી કરવા માટે ત્રણ વર્ષ પહેલાં એએસઆઇની ખાતાકીય પરિક્ષા લઇને મોડ થ્રી પીએસઆઇ બનાવવા ગૃહ વિભાગ દ્વારા ફરી ક્લિયરન્સ પુછવામાં આવ્યું છે. તા8 નવેમ્બરથી તા.9 નવેમ્બર દરમિયાન તમામના ક્લિયરન્સ અંગેનો રિપોર્ટ ગૃહ વિભાગમાં સુપ્રત કરવા જણાવવામાં આવ્યું છે.
પીએસઆઇ મોડ થ્રીની પરિક્ષા પાસ થયેલા 70 જેટલા એએસઆઇ પીએસઆઇ બને તે પહેલાં નિવૃત થઇ ગયા છે. ગૃહ વિભાગ દ્વારા ફરી પુછાયેલા ક્લિયન્સમાં રાજકોટના પાંચ મહિલા એએસઆઇ સહિત 16 ટૂંક સમયમાં પીએસઆઇ બની જશે રાજયના 538 એએસઆઇની સરકાર દ્વારા નવા વર્ષની ભેટ મળશે તેમ જાણકારો કહી રહ્યા છે.
વાયરલેસના 16 પી.એસ.આઈ.ને દિવાળીની ભેટ: પી.આઈ. બન્યા
રાજકોટ શહેરમાં ત્રણ સહિત સૌરાષ્ટ્રને સાત પોલીસ ઈન્સ્પેકટરો ફાળવાયા
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મોડી સાંજે વાયરલેસના ફરજ બજાવતા 16 પીએસઆઈને બઢતી સાથે બદલીના હુકમ કરવામાં આવ્યા છે. જ્યારે રાજકોટ શહેરને શહેરમાં ત્રણ સહિત સૌરાષ્ટ્રમાં 7 પી.આઈ.ને નીમણુંક આપવામાં આવી છે.
વધુ વિગત મુજબ પોલીસ બેડામાં દિવાળી પૂર્વે સરકાર દ્વારા બઢતી અને બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા વાયરલેસમાં ફરજ બજાવતા 16 પી.એસ.આઈ.ને બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જેમાં એસ.આર.પી. ગ્રુપ 15 ના કે.પી.પટેલ બોટાદ એસ.પી.કચેરીના એસ.કે.જાડેજા,એસ.આર.પી. ગ્રુપ 17 ના એન.એચ.નીમાવતને, રાજકોટ શહેર, એ.ટી.એસ.ના એન.ડી.પુરોહીતને સીઆઈડી ક્રાઈમ, દાહોદ એસ.પી.કચેરીના બી.એસ.માળીને સાઈબર ક્રાઈમ પંચમહાલ, ભાવનગર એસ.પી.કચેરીના ડી.એચ.જાડેજાને ભાવનગર સાયબર ક્રાઈમ, મહેસાણા એસ.આર.પી. ગ્રુપ 15 ના એ.એસ.સલીયાને સુરત શહેર, છોટાઉદેપુર એસ.પી.કચેરીના એચ.જે.ગાંધીને એસઆરપી ગ્રુપ 14 માં જામનગર એસ.પી.કચેરીના પી.આર.પટેલને પોરબંદર, એસઆરપી ગ્રુપ 15 ના બી.વી.બેંકરને અમરેલી, એ.જી.પટેલને સુરત શહેર, જુનાગઢના એમ.બી.નંદાણીયાને ઉદ્યોગ અને સુરક્ષા જુથ ખાતે નીમણુંક આપવામાં આવી છે.
રાજકોટ શહેર અને ગ્રામ્યના 34 એએસઆઈ પીએસઆઈ બનશે
રાજકોટ શહેર અને ગ્રામ્ય પોલીસના 34 એએસઆઈ પીએસઆઈ બન્યા છે.જેમાંરાજકોટ શહેરના રાઠોડ, મહેન્દ્રભાઈ અમરશીભાઈ, ઝાલા પ્રવિણસિંહ કનુભા, પરમાર જયેન્દ્રસિંહ મહોબતસિંહ, માઢક જયોત્સનાબેન જસ્મીનકુમાર, હુંબલ જયસુખલાલ સવજીભાઈ ,ગોહિલ પ્રવિણસિંહ અભેસિંહ,ચુડાસમા હર્ષદસિંહ દિલીપસિંહ, ચિહલા રાણાભાઈ જેઠાભાઈ, કથિરી ફરીદાબેન મહંમદભાઈ, ગઢવી બીપીન રતીદાન, પાંડવ જગદીશભાઈ કાંતીભાઈ, સોલંકી રાજેશકુમાર રાયસિંહ ,સોલંકી પારૂલબેન જગદીશભાઈ, બોરીચા વનીતાબેન ગીરીશકુમાર, માલવીયા કનુભાઈ વાલજીભાઈ, પરમાર મધુબેન તેજાભાઈ જ્યારે રાજકોટ ગ્રામ્ય પોલીસના જેતાણી દિનેશકુમાર ગોરધનભાઈ, મનાત મજનુભાઈ કાળુભાઈ, જાડેજા અશોકસિંહ ચનુભા, ભંડેરી ધમિષ્ઠાબેન અશ્ર્વિનકુમાર,પરમાર અરવિંદકુમાર અરજણભાઈ, ડીંડોર લક્ષ્મણભાઈ ભલાભાઈ, જોગેલા દિપક ધીરજલાલ, રામાનુજ દિલીપભાઈ ગુલાબદાસ, રાવત પ્રકાશભાઈ કલાજીભાઈ, ચૌહાણ મહંમદરફીક હબીબભાઈ,લખધીર વર્ષાબેન લાભુભાઈ, ચૌહાણ મુસ્તુફાખાન ફૈજુખાન, બારડ નિર્મળાબેન માણસુરભાઈ, સાંગાણી સરોજબાળા અમૃતલાલ, બલદાણીયા કિરણબેન જયેશભાઈ, સોઢાતર લાભુભાઈ કરશનભાઈ ,વાઘેલા પ્રવિણ જીવણભાઈ અને બાલાસરા પ્રભાતભાઈ રાયઘનભાઈને પીએસઆઈ બનશે .
અમદાવાદના 1124 કોન્સ્ટેબલથી લઈ એ.એસ.આઈ. સુધીની બદલી
રાજયના ઈતિહાસમાં સૌ પ્રથમ સામુહિક ટ્રાન્સફરનો ગંજીપો ચીપતા પોલીસ કમિશ્નર જી.એસ. મલિક
દિવાળી પહેલા અમદાવાદ પોલીસતંત્રમાં એકી સાથે 1124 જેટલા કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઇની મોટાપાયે અરસપરસ ટ્રાન્સફર કરવામાં આવી છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ .મલિકે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં 1100થી વધુ પોલીસ કર્મચારીઓની બદલી કરી છે. ખાસ કરીને ઘણા પોલીસ કર્મચારીઓ પોતાની બદલીની રાહ જોઈ રહ્યા હતા તેઓની દિવાળી સુધરી ગઈ છે. જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવતી જઇ રહી છે તેમ તેમ સરકાર ઈંઅજ થી માંડીને કોન્સ્ટેબલ સુધી એક પછી એક બદલીઓનો ઘાણવો ઉતારી રહી છે. અમદાવાદ પોલીસ કમિશ્નરે ચાર્જ સંભાળ્યાને ગણતરીના જ મહિનાઓમાં એક પછી એક તબક્કાવાર પગલા લેવાનું શરૂ કર્યું છે. અનેક ઙઈં અને ઙજઈં ઓની બદલી બાદ હવે અજઈં, કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલોની બદલી કરવામાં આવી છે.અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ મલિક દ્વારા એક સાથે 1124
પોલીસ કર્મચારીઓની સામુહિક બદલી કરવામાં આવી છે. સાત વર્ષથી એકજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અજઈં, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલોની બદલી કરવામાં આવી છે. આવી છે. પોલીસ તંત્રના ઇતિહાસમાં એક સાથે 1124 પોલીસ કર્મચારીઓની બદલી કરાઈ છે. તાજેતરમાં ઙજઈં,ઙઈં અને હવે પોલીસ કર્મચારીઓમાં બદલીનો
ગંજીપો ચીપવામાં આવ્યો છે. પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા કોન્સ્ટેબલ, હેડ કોસ્ટેબલ અને એએસઆઇ સહિત 1124 પોલીસ કર્મચારીઓની બદલી કરાઈ છે.