ભૂલકાઓએ વિવિધ પરિધાનો પહેરી ફ્રેન્સી ડ્રેસમાં કલાના કામણ પાથર્યા
ભોજલરામ સોસાયટીમાં આવેલ ડિઝની કિડ્ઝ કિંગડમ ખાતે કિડઝ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં બાળકો માટે અલગ અલગ ગેમ, સેલ્ફી ઝોન અને સ્ક્રીલ ડેવલોપમેન્ટ સેમીનાર પણ યોજાયા હતા.
આ ઉપરાંત વાલીઓનાં વિકાસ માટે પણ ડો. મિલનભાઈ રોકડ દ્વારા સેમીનાર લેવામાં આવ્યો હતો. અને ઈગ્લીશ સ્પીડીંગ સેમીનાર કે જેમાં હરેશ રાવલ, બ્રીજ યાજ્ઞીન, કિશન જોશી દ્વારા માર્ગદર્શન અપાયું હતુ આ ઉપરાંત બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ પ્રોગ્રામને માણ્યો હતો.
ડિઝની કિડઝ કિંગડમમાં હેડ પ્રીતિબેન ઉપાધ્યાયે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે,
રાજકોટનાં ૨ વર્ષથી ૧૦ વર્ષનાં તમામ બાળકો માટે ફિઈન્જોયમેન્ટ રાખવામાં આવ્યું હતુ જેમાં ૩ રાઈડ, ઉપરાંત સેલ્ફીઝોન, સાપસીડી જેવી ગેઈમ્સ પણ રમાડવામાં આવી હતી. જયારે સાથોસાથ બાળકોએ ફ્રેન્સી ડ્રેશ પહેરી રેમ્પ વોક કર્યું હતુ. અગત્યની બાબત એ છે કેબાળકોએ ભાડે લેવાના બદલે તેમના વાલીઓએ અલગ અલગ પ્રકારનાં ડ્રેજ જેવા કે પાંદળામાંથી, પસ્તીમાંથી અને બ્રસ કરવા બાળકને પ્રેરણા મળે તે માટે કોલગેટ થીમ જેવી અનેક વેશભુષા ધારણ કરી હતી. વધુમાં નાના નાના બાળકો દ્વારા સાયન્સના પ્રયોગો પણ કરવામાં આવ્યા હતા. બાળકોએ આ પ્રોગ્રામ મન મૂકીને માણ્યો હતો.