વિજેતાઓને શ્રેષ્ઠ ઇનામો અપાશે: અગ્રણીઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

રધુવંશી પરિવાર મહીલા સમિતિ દ્વારા જલારામ જયંતિની ભવ્ય ઉજવણી અંતર્ગત કાલે બાળકો માટે વેશભૂષા હરિફાઇ (૧ થી ૧૫ વર્ષ સુધીના બાળકો ભાગ લઇ શકશે. તેમજ આરતી સુશોભન સ્પર્ધાનું આયોજન કરાયું છે.

સંત શિરોમણી જલારામ બાપાની ૨૧૯મી જન્મ જયંતિ ઉજવવા જાગનાથ મંદિર ચોક ખાતે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજનને સફળ બનાવવા અગ્રણીઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

જૈના હ્રદયમાં જીવ માત્રને રામ સ્વરુપે જોતા તેવા સંત શિરોમણી જલારામ બાપાની જન્મ જયંતિ ઉજવવા માટેના નાના બાળકોમાં રામ અને જલારામના દર્શન કરવા માટે વેશભૂષા હરિફાઇ રાખેલી છે. જેમાં બાળકો હિન્દુ દેવી દેવતાના સ્વરુપ ધારણ કરી આ સ્પર્ધામાં ભાગ લેશે અને મહિલા સમીતી દ્વારા આ સ્પર્ધામાં શ્રેષ્ઠ આવનાર બાળકોને ઇનામો આપી પ્રોત્સાહીત કરવામાં આવશે.

મહીલા સમીતી દ્વારા બહેનો માટે આરતી સુશોભન હરિફાઇ રાખવામાં આવેલ છે. તેમાં બહેનો દ્વારા જુદી જુદી વસ્તુઓથી આરતી સુશોભન  કરવામાં આવશે. આ સ્પર્ધામાં શ્રેષ્ઠ આવનાર મહિલાઓને ઇનામો આપી પ્રોત્સાહીત કરવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે રધુવંશી કાર્યાલય, જાગનાથ મંદીર ચોક મો. ૯૮૨૪૪ ૦૦૦૩૦ પર સંપર્ક કરવો. સ્પર્ધા સાંજે પ થી ૭ દરમ્યાન ત્યારબાદ ૭.૩૦ થી ૮મહાઆરતી અને સાંજે ૮ વાગ્યાથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના તમામ જલારામ ભકતોને પધારવા રધુવંશી પરિવાર મહીલા એ જાહેર અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.