અલગ-અલગ સ્પર્ધાઓ, ગેમ ઝોન, સેલ્ફી ઝોન, કાર્નિવલ ગેમ્સ, લાઇવ કાર્ટુન કેર કેટર્સ વગેરે આકર્ષણો
‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે એક્રોલોન્સ ચિલ્ડ્રન ક્લબ ઇવેન્ટ ડાયરેક્ટર પરાગ તન્ના
એક્રોલોન્સ ચિલ્ડ્રન ક્લબ એ રાજકોટ ખાતે સ્થાપવામાં આવેલી સમગ્ર રાજ્યની પ્રથમ એવી ક્લબ છે જ્યાં દર રવિવારે 5 થી 15 વર્ષ ના બાળકોમાં જીવન જરૂરી સ્કિલનો વિકાસ થાય એ પ્રકારની પ્રવૃતિઓ કરાવવામાં આવે છે, ખુબ જ ટૂંકા સમયમાં એક્રોલોન્સ ચિલ્ડ્રન ક્લબ એ રાજકોટના બાળકોમાં અને વાલીઓમાં ખુબજ જાણીતું નામ બની ગયું છે.
‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા પરાગ તન્નાએ જણાવ્યું હતું કે હાલમાં નાતાલના લીધે ઘણી બધી શાળાઓમાં રજાઓનો માહોલ હોય છે ત્યારે બાળકો પોતાની પ્રતિભા ખિલવી શકે, પોતાના વાલીઓ સાથે ખૂબજ સરસ સમય પસાર કરી શકે, મનોરંજન મેળવી શકે તેમજ મોબાઈલની દુનિયામાંથી વાસ્તવિક દુનિયા સાથે તાલ મિલાવી શકે એ માટે એક્રોલોન્સ ચિલ્ડ્રન ક્લબ દ્વારા આગામી તારીખ 24 ડિસેમ્બર થી 28 ડિસેમ્બર સુધી એક “કિડ્સ કાર્નિવલ” આયોજન કરવામાં આવેલ છે, આ કાર્નિવલ 5 દિવસ સુધી રોજ સાંજે 5 થી 11 વાગ્યા સુધી એક્રોલોન્સ ક્લબ, ડ્રાઈવ ઇન સિનેમા પાસે, કાલાવડ રોડ ખાતે યોજાશે.
આ કાર્નિવલમાં બાળકો માટેની અનેક પ્રવૃતિઓ જેવી કે અલગ-અલગ સ્પર્ધાઓ, ગેમ ઝોન, વી. આર. ઝોન, વી. એફ. એક્સ, ઝોન, સેલ્ફી ઝોન, કાર્નિવલ ગેમ્સ ઝોન, ટોડલર ઝોન, ફૂડ ઝોન, ઉપરાંત અલગ અલગ આર્ટિસ્ટ જેમ કે ટેટૂ આર્ટિસ્ટ, નેલ આર્ટિસ્ટ, સ્કેચ આર્ટિસ્ટ, હેર બીડર, પોટર ઉપરાંત જાદુગરનો શો, જગલિંગ શો, આર્ટ કોર્નર, યંગ એન્જિંનિયર કોર્નર, લાઈવ કાર્ટૂન કેરેક્ટર્સ વગેરે આકર્ષણો ઊભા કરવામાં આવ્યા છે.
આ સમગ્ર આયોજનમાં અનેક લોકોનો સહકાર મળ્યો છે જેમાં ગ્લોબલ પબ્લિસિટી, અલપાઇન એક્સપ્લોરર, વાત્સલ્ય સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિક, ટીચ હેલ્પસ, ફાર્મ કિંગ સ્પાઇસ એન્ડ પલસીસ, હિમક્યું એકેડેમી, હું એમ આઈ, ટી. આર. પી. ગેમ ઝોન, પેરેગોન સ્ટેશનર્સ, સોપાન ગ્રુપ, પરંપરા રેસ્ટોરન્ટ, વી ટોક કાફે, જે બીસ, અરેના એનિમેશન્સ, વી સેલ ઝોન, આર. બ્યુટી સલોન તથા રિનકોસ ગ્રુપનો સહકાર મળેલ છે.
સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે એક્રોલોન્સ ક્લબના ડી. વી. મહેતા, સુદીપ મહેતા, જય મહેતા સહિત ઈવેન્ટ ડાયરેક્ટર પરાગ તન્ના, શ્રીકાંત તન્ના તથા ઈશા બુદ્ધદેવ સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
વધુમાં વધુ બાળકો તેમના વાલીઓ સાથે “કિડ્સ કાર્નિવલ” મુલાકાત લે તે માટે ક્લબના ડિરેક્ટર્સ શ્રીકાંત તન્ના અને પરાગ તન્ના દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે. ક્લબ વિશેની વધુ માહિતી માટે એક્રોલોન્સ ચિલ્ડ્રન ક્લબના ફેસબૂક પેજને લાઈક કરવા અથવા મોં. 9727133933 અને 9727133833 પર સંપર્ક કરવા યાદીના અંતમાં જણાવવામાં આવ્યું છે.