સામગ્રી
તેલ જરૂર મુજબ
આદુ મરચા લસણની પેસ્ટ
ગરમ મસાલો એક ચમચી
લાંબી સમારેલી ડુંગળી – ૧ કપ
રાજમા – ૧ કપ
બાસમતી ચોખા – ૧ કપ
મીઠું સ્વાદ અનુસાર
હિંગ – ચપટી
હળદર – ચપટી
મરચું – ચમચી
ધાણાજીરું – ૨ ચમચી
આખું સૂકું લાલ મરચું ૨ નંગ
તમાલપત્ર – ૧ નંગ
એલચી – ૩ થી ૪ નંગ
લવિંગ – ૩ થી ૪ નંગ
તજ ૧ ટુકડો
કોથમીર ગાર્નિશ માટે
બનાવવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં એક કલાક અગાઉ પલાળેલા બાસમતી ચોખા લઈ પાણી ઉમેરો હવે તેમાં એક લાલ સૂકું મરચું બે લવિંગ તજનો નાનો ટુકડો બે એલચી અને ચપટી હળદર અને એક ચમચી મીઠું ઉમેરી ભાત સારી રીતે બાફી લો. હવે બીજા એક પેનમાં ઉભી સમારેલી ડુંગળી ને એકાદ ચમચી તેલમાં લાઈટ બ્રાઉન કલર થાય ત્યાં સુધી સાંતળવી. હવે આ ડુંગળીને મિક્સર જારમાં પીસી લો અને તેની એક પ્યુરી તૈયાર કરી લો. હવે મોટા સમારેલા ટામેટાની પણ પ્યુરી બનાવો. બન્ને પ્યુરી તૈયાર થયા બાદ એક પેન ગરમ કરો તેમાં થોડું તેલ લો હવે તેમાં આદુ મરચા લસણની પેસ્ટ નાખી સાંતળો. ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર, ધાણાજીરું , ટામેટાની પ્યુરી, ડુંગળીની પ્યુરી ,મીઠું , હિંગ , ગરમ મસાલો ઉમેરી ગ્રેવીને બરાબર હલાવો થોડીવાર બાદ તેમાં બાફેલા રાજમા ઉમેરી થોડું પાણી નાખો અને પાંચથી સાત મિનિટ ચડવા દો.આ વાનગી માટે રાજમાને અગાઉથી છ – સાત કલાક પલાળી રાખવા. તૈયાર થયેલ વાનગીને કોથમીર લીંબુથી ગાર્નિશ કરો ને ગરમ ગરમ સર્વ કરો.