પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિત
શહેરની નામાંકિત એવી ક્રાઇસ્ટ હોસ્પીટલમાં વિવિધ 14 વિભાગો કાર્યરત છે ઉપરાંત નવા ત્રણ વિભાગોમાં સૌરાષ્ટ્ર-કચ્છના ગામડાઓના નાના અને મઘ્યમ વર્ગના દર્દીઓ આ સુપર સ્પે. હોસ્પિટલમાં મા અમૃતમ અને મા વાત્સલ્ય કાર્ડમાં નિ:શુલ્કપણે નિદાન અને સારવાર લઇ શકે તે અંગેના લોકાર્પણ કાર્યક્રમ આજે ધનતેરસના શુભ દિવસે રાખવામાં આવ્યું હતું. ક્રાઈસ્ટ સુપેર્સ્પેશ્યલિટી હોસ્પિટલ જે છેલ્લા 10 વર્ષથી સૌરાષ્ટ્ર કચ્છની જનતાને સ્વસ્થ રાખવા રાત દિવસ કાર્યરત છે તો હવે તમામને ઉપયોગી થાય તેવા મેડિકલ ડિપાર્ટમેંટ્સનું ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહનું ભાવિ આયોજન કરાયું હતું
જેમાં મૂખ્ય અતિથી તારીખે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, અતિથિ વિશેષ તરીકે પ્રદેશ ભાજપ અગ્રણી નિતિનભાઈ ભારદ્વાજ સહિત સાંસદ મોહનભાઇ કુંડારીયા, સાંસદ રામભાઇ મોકરિયા, ગુજરાત રાજ્ય મંત્રી અરવિંદ રૈયાણી,શેહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, ધારાસભ્ય લાખાભાઇ સગઠિયા, ડેપ્યુટી મેયર ડો દર્શિતાબેન શાહ, રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરમની શરૂઆત ઢોલ નગડાના નાદ સાથે થતાં નૃત્યકળાનું પ્રદર્શન પણ સ્વાગતવિધિમાં કરાયું હતું.
પ્રકાશ પર્વમાં લોકોની સ્વાસ્થ્ય સુખાકારી વધે તેવી શુભકામના પાઠવતા વિજય રૂપાણી
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણિ અબતક સાથે વિશેષ વતચિત દરમ્યાન જણાવે છે કે ધંતેરાસના પવન અવસરે ક્રાઈસ્ટ હોસ્પિટલ ખાતે આયુષ્યમાં ભારત અને માં અમૃતમ કાર્ડ હેઠળની સુવિધાઓ જે નવા ત્રણ વિભાગોનું આજથી આરંભ થયું છે સાથો સાથ ટેલિ મેડિસિનની સુવિધા પણ હવે ઉપલબ્ધ રેહશે જેથી આજુબાજુના ગામળાના લોકો વિડ્યો કોન્ફેર્ન્સથી સારવાર થાય એ રીતની કામગીરી પર હાથ ધરવામાં આવ્યા છે.
સાથો સાથ AIIMS હોસ્પિટલ શરૂ થવાની છે જેમાં જાન્યુઆરીમાં ઘઙઉ પણ શરૂ થઈ જશે, સિવિલ હોસ્પીટલમાં પણ પ00ભિ ના ખર્ચે અધ્યતન ટેકનોલોજિનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. રાજકોટ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતનું મેડિકલ હબ બનશે એની મને ખત્રિ છે. દિવાળીના પર્વ નિમિતે સમગ્ર ગુજરાતની જનતાને ખૂબ ખૂબ શુભકામના, દિવાળીનું પર્વ પ્રકાશનું પર્વ છે ત્યારે સ્વાસ્થ્ય રૂપી પ્રકાશ લોકોના જીવનમાં ભગવાન પાથરે એવી મારી મનોકામના છે.
ક્રાઇસ્ટ હોસ્પિટલમાં તમામ વિભાગો સાથે મેડિકલ સુવિધા સજજ: બિશોપ જોસ ચિટ્ટપરંબીલ
10 વર્ષ પહલા માત્ર પ વિભાગથી ક્રાઈસ્ટ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી હતી. હાલ ક્રાઈસ્ટ સુપેર્સ્પેશ્યલિટી હોસ્પિટલમાં તમામ વિભાગ સાથે સુવિધાઓ ઉપલબ્ધ છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ મેડિકલ હબ બને એવી અપેક્ષા ધરાવું છું અને આ બદલ ક્રાઈસ્ટ હોસ્પિટલ તો કાર્યરત છે જ. અંતમાં લોકોને અપીલ કરવા માંગીસ કે તહવારના દિવસો ચાલી રહ્યા છે સભાગે કોરોનાના અંકમાં ઘટાડો પણ જોવા મળ્યો છે ત્યારે સૌને દિવાળીની હાર્દિક શુબેચ્છા પાઠવતા લોકો સ્વાસ્થ્યની કાળજી રાખે તેવી અપેક્ષા.