વધતા વજનથી સાવધાન! નહીં તો શરીરમાં ઊભી થશે આ ગંભીર સમસ્યા, જાણો બચવાના ઉપાય
ખરાબ ખાનપાન અને ખરાબ જીવનશૈલીના કારણે કિડનીના રોગો વધી રહ્યા છે. મોટાભાગના કિસ્સાઓમાં, લોકો કિડની રોગના લક્ષણોની અવગણના કરે છે, જેના કારણે સમસ્યા ખૂબ વધી જાય છે. કેટલાક લોકો એવા છે જેમને આ રોગ થવાનું જોખમ વધારે છે. તબીબોનું કહેવું છે કે સ્થૂળતાથી પીડિત લોકોમાં કિડનીના ચેપનું જોખમ વધારે હોય છે. જો આ સમસ્યાનું તાત્કાલિક ધ્યાન રાખવામાં ન આવે તો તે કિડની ટ્રાન્સપ્લાન્ટમાં પરિણમી શકે છે. કિડનીમાં ઈન્ફેક્શનનો પણ ભય રહે છે.
કિડની ફેલ થવાના ઘણા કારણો છે. મોટાભાગના કિસ્સાઓમાં, તે પેશાબના ચેપથી શરૂ થાય છે. પેશાબની નળીઓમાં ચેપને કારણે આવું થાય છે. આ સમસ્યા કોઈપણ બેક્ટેરિયલ ચેપથી શરૂ થાય છે. જો તેનો સમયસર ઈલાજ ન કરવામાં આવે તો કિડનીમાં ઈન્ફેક્શનનો પણ ભય રહે છે,
જેના કારણે પાછળથી કિડની પણ ખરાબ થઈ જાય છે. જ્યારે દર્દીની સ્થિતિ નાજુક હોય ત્યારે ટ્રાન્સપ્લાન્ટ પણ કરવું પડે છે.
કેટલાક લોકો અન્ય લોકો કરતા કિડનીના રોગ માટે વધુ સંવેદનશીલ હોય છે. સ્થૂળતાથી પીડિત લોકો કિડનીની બીમારીનો શિકાર બની શકે છે. બીજી ઘણી બીમારીઓ થવાનો ભય રહે છે.
જો વ્યક્તિના શરીરનું વજન સતત વધી રહ્યું હોય તો કિડની પર પણ દબાણ વધી જાય છે. વજન વધવા પર, કિડનીને શરીરમાંથી ગંદકીને દૂર કરવામાં મુશ્કેલી થવા લાગે છે, જેના કારણે કિડનીનું કાર્ય પ્રભાવિત થવા લાગે છે. જો શરીરમાંથી ગંદકીને યોગ્ય રીતે દૂર કરવામાં ન આવે તો બીજી ઘણી બીમારીઓ થવાનો ભય રહે છે. આવી સ્થિતિમાં, જો વજન વધી રહ્યું હોય તો તેને નિયંત્રિત કરવું જરૂરી છે.
સંશોધન શું કહે છે યુકેની માન્ચેસ્ટર યુનિવર્સિટીના સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકોનો બોડી માસ ઇન્ડેક્સ 30 કે તેથી વધુ હોય છે તેમને કિડની સંબંધિત બિમારીનું જોખમ અન્ય લોકો કરતા વધુ હોય છે.
આ દર્શાવે છે કે શરીરમાં વધતી સ્થૂળતા કિડનીના સ્વાસ્થ્ય માટે સારી નથી. સંશોધનમાં સામેલ ડો. શિયાઓગુઆંગ ઝુ કહે છે કે કિડનીની બીમારીના જોખમને ઘટાડવા માટે વજનને નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે.
જે લોકોનો ઇખઈં 30 થી વધુ છે તેઓએ ખાસ કાળજી લેવાની જરૂર છે.
વજન ઘટાડવામાં આ ટિપ્સ ફોલો અવશ્ય કરો
ઓવરઈટિંગ થી વધે છે વજન
ઓવર ઈટિંગ એટલે કે ભૂખ કરતા વધુ ભોજન કરવાથી પણ વજન વધે છે. કેટલાક લોકો સ્વાદના ચક્કરમાં એ ભૂલી જાય છે કે વધુ ખાવાથી વજન વધે છે. ખાવાના ટેબલ પર બેઠા પછી એટલું યાદ રાખો કે જેટલી ભૂખ હોય તેટલું જ ખાઓ.
દરરોજ નાસ્તો કરો
જો તમે ઓફિસ કે કોલેજ જલદી પહોંચવાના ચક્કરમાં નાશ્તો નથી કરતા તો તે તમારા માટે જોખમી બની શકે છે. નાશ્તો ન કરવાથી મોટાપાની સમસ્યા ઊભી થતી હોય છે. બ્રેકફાસ્ટ ન કરનારા લોકો ભૂખ લાગતા લંચ પહેલા સ્નેક્સનું સેવન કરી લે છે, જે વજન વધારે છે.
ભોજન કર્યા બાદ તરત ક્યારેય ન સૂવું
કેટલાક લોકોને આદત હોય છે કે ભોજન કર્યા બાદ તરત સૂવા ભેગા થાય છે. આમ જરાય ન કરવું જોઈએ. રાતે સૂવાના લગભગ દોઢ બે કલાક પહેલા ભોજન કરો અને ટહેલવાનું ન ભૂલો.
સવારે ઊઠીને હૂંફાળું પાણી પીવો
સવારે ઉઠીને ખાલી પેટે એક ગ્લાસ હૂંફાળું ગરમ પાણી પીવાથી શરીરની ચરબી ઓછી થાય છે અને મેટાબોલિઝમ સારું થાય છે. સવારે હૂંફાળું પાણી પીવાથી પાચનક્રિયા પણ સારી થાય છે.
ગળી વસ્તુઓ ઓછી ખાઓ
મીઠાઈનું સેવન કરવાથી ચરબી વધે છે. જો તમે મીઠાઈના શોખીન હોવ તો કોશિશ કરો કે ઓછામાં ઓછી મીઠાઈ ખાઓ. આ સાથે મીઠું પણ ઓછું ખાઓ.
રોજે રોજ થોડી એક્સસાઈઝ જરૂર કરો
વજન ઓછુ કરવા અને બોડીને ફીટ રાખવા માટે નિયમિત વ્યાયામ ખુબ ફાયદાકારક સાબિત થશે. એક્સસાઈઝથી તમારા સ્નાયુઓ પર ભાર આવે છે અને શરીરમાં સ્ફૂર્તિ જળવાઈ રહે છે. સપ્તાહમાં એવી કોશિશ કરો કે 150 મિનિટ એટલે કે અઢી કલાક વ્યાયામ કરો. શરૂઆતમાં એક્સાઈઝ કરી શકો છો. પરંતુ ત્યારબાદ ધીરે ધીરે તેને વધારો. એક્સસાઈઝ શરૂ કરતા પહેલા વોર્મઅપ કરો. વોર્મઅપ કરવાથી શરીર મોકળું થાય છે.
– આ રીતે વજન નિયંત્રિત કરો
– દરરોજ કસરત કરો
– ખોરાકમાં પ્રોટીન અને
-વિટામિન્સનો સમાવેશ કરો
– પૂરતી ઊંઘ મેળવો
– માનસિક તણાવ ન લો
– ખોરાકમાં ચરબીનું પ્રમાણ ઓછું રાખો