ગામનો જ શખ્સ અપહરણ કરી ગયો હોવાની પોલીસ મથકે નોંધાઇ ફોજદારી

તાલુકાના કલ્યાણપર ગામની સગીરાનું ગામના જ શખ્સે અપહરણ કરતા ચકચાર ફેલાઈ છે.આ અંગે સગીરાની માતા એ માનકુવા પોલીસ મથકે ફોજદારી નોંધાવી છે. મળતી માહિતી મુજબ, ગામની સગીરાને ઉરસ ઈલિયાસ ફકીર નામનો શખ્સ લગ્નની લાલચ આપી ફોસલાવી તેનું અપહરણ કરી ગયો હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. સગીરાની માતા એ ફરિયાદ નોંધાવતા માનકુવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.