પૈસાની લેતી દેતી મામલે વેપારીનું અપહરણ થયાની શંકા

સુરેન્દ્રનગર જિલ્લામાં દિન-પ્રતિદિન અપહરણના બનાવો સતત વધી રહ્યા છે તેરે વાત કરીએ તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પણ કફોડી બની છે તેરે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ ઉપર અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે અને ખાસ કરીને અપહરણ કરતા હોય સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં માથું ઊંચક્યું હોય તેવું સ્પષ્ટ રીતે વર્તાઈ રહ્યું છે.

ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં છેલ્લા છ માસમાં આજે ફરી એક વખત બીજો અપહરણના બનાવ સામે આવવા પામી છે ત્યારે સમગ્ર વઢવાણ વાસીઓમાં એક પ્રકારે રોષનો માહોલ સર્જાવા પામ્યો છે આથી છ માસ અગાઉ એક વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું પરંતુ તેને સહી-સલામત લીંબડી ખાતે અપહરણકર્તાઓએ આ સોની વેપારીને છોડી મુકતા તે પોતાના ઘેર સહી સલામત પરત આવ્યા હતા પરંતુ હજુ સુધી આ પણ કર્તાઓ પોલીસની પકડથી ઘણા દૂર છે અને હજુ સુધી પકડાયા નથી.

બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં ફરી એક વખત અપરણ કર્તાઓ દ્વારા ચંદુભાઈ નામના વેપારીનું અપહરણ કરવામાં આવ્યું છે. પૈસાની લેતીદેતી મામલે અપહરણ કર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. ધોળે દિવસે અપહરણથી ભોગ બનેલા પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

ત્યારે આ ચંદુ ભાઇ ગઢવી નું અપહરણ થતા વઢવાણમાં એક પ્રકારે પોલીસની કામગીરી ઉપર અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણની શિયાણીની પોળ વિસ્તારમાં પણ વિસ્તારમાંથી અપહરણ કરવામાં આવ્યું હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે આ ચંદુભાઇના પરિવારજનો તાત્કાલિકપણે પોલીસ સ્ટેશને રજૂઆત કરવા પહોંચ્યા છે.

આ અપહરણ કરનાર રવી પરમાર સહિત સામે પોલીસ કાર્યવાહી હાથ ધરી છે. પૈસાની લેતી દેતી માં અપહરણ થયાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. ત્યારે વઢવાણમાં અપહરણકર્તાઓએ માથુ ઉંચકતા વઢવાણના વેપારીઓમાં રોષનો માહોલ સર્જાઈ જવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.