કાલાવડના નાના વડાળાના એક શખ્સે સપ્તાહ પહેલા તરૃણીનું અપહરણ કર્યાની પોલીસમાં રાવ કરી છે.
કાલાવડ તાલુકાના નાના વડાળા ગામમાં રહેતા એક પરિવારની સત્તર વર્ષ અને દસ મહિનાની વયવાળી પુત્રી ગઈ તા.ર૭ની સવારે સાડા સાતેક વાગ્યે પોતાના ઘરેથી ક્યાંક ચાલી ગઈ હતી.
આ તરૃણીની પરિવારે સંભવિત તમામ સ્થળે શોધખોળ કરી હતી, પરંતુ તેણીના સગડ મળ્યા ન હતા તે દરમ્યાન નાના વડાળા ગામનો જ કિશોર દામજીભાઈ મારકણા નામનો શખ્સ આ તરૃણીને લલચાવી-ફોસલાવી નસાડી ગયો હોવાની જાણ થતા આ તરૃણીના પિતાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પોતાની પુત્રીનું અપહરણ થયાની ફરિયાદ નોંધાવી છે.