વિદેશી ભગાવો, દેશી અપનાવો!!!
એક જ મહિનામાં મિત્રો એપ્લીકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી ૫૦ લાખથી વધુ વખત ડાઉનલોડ થઈ: યુવાનોનો ક્રેઝ વધ્યો
ચાઈનીઝ એપ્લીકેશન ટીકટોકને ટક્કર આપવા ભારતીય મિત્રો’ મેદાને ઉતર્યું છે. ખૂબજ ટૂંકાગાળામાં મિત્રો એપ્લીકેશનને ૫૦ લાખથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. વર્તમાન સમયે ટીકટોનમાં કેટલાક વિડીયો બાબતે વિવાદો સજાર્યા હતા. આ ઉપરાંત સરકાર પણ લોકલ ફોર વોકલને પ્રાધાન્ય આપી રહી છે. ત્યારે ‘મિત્રો’ એપ્લીકેશન થકી વિદેશી ભગાડો, દેશી અપનાવોને યુવા વર્ગેે પ્રાધાન્ય આપ્યું છે. ગુગલ પ્લેના ચાર્ટમાં ઈન્સ્ટાગ્રામ, હેલ્લો, ફેસબુક, ટીકટોક અને આરોગ્ય સેતુ સહિતની ૬ એપ્લીકેશન બાદ ૭મો નંબર મિત્રો એપ્લીકેશનનો આવ્યો છે.
શું છે મિત્રો એપ્લીકેશન: આ એપ્લીકેશન શોર્ટ વિડીયો અને સોશિયલ પ્લેટફોર્મ છે. ઈનોવેટીવ વિડીયો બનાવવાનો માધ્યમ મિત્રો એપ્લીકેશન બની રહી છે. નાના વીડિયો થકી મનોરંજન પણ મળે છે. વિશ્ર્વભરના કોઈપણ વ્યક્તિ મિત્રોમાં વિડીયો બનાવી શકે છે. વર્તમાન સમયે ટીકટોકની લોકપ્રિયતા જોતા મિત્રોને પણ વધુને વધુ લોકપ્રિયતા મળી રહી છે. માત્ર એક મહિનામાં જ ૫૦ લાખથી વધુ વખત મિત્રો એપ્લીકેશન ડાઉનલોડ થઈ ચૂકી છે.
તાજેતરમાં ફૈઝલ સીદ્દીકીના વિવાદ બાદ ટીકટોકનું રેટીંગ એકાએક ઘટવા માંડયું હતું. એક સમયે ૪.૫ ટકા રેટીંગ ધરાવતી ટીકટોક એપ્લીકેશનનું રેટીંગ વર્તમાન સમયે ૧.૫ ટકા નજીક પહોંચી ગયું હતું. યુઝર્સ દ્વારા પોતાનો રોષ રેટીંગ ઘટાડી વ્યકત કરવામાં આવ્યો હતો. ઉપરાંત સ્વનિર્ભર ભારત અભિયાન છેડાયા બાદ ટીકટોક તરફ લોકોનું વલણ અલગ રહ્યું છે. લોકો સ્વદેશી અપનાવવા લાગ્યા છે.