દક્ષિણ કોરિયાની દિગ્ગજ ઓટોમોબાઈલ કંપની Hyundai Motor Companyએ તેની મીડ-સાઈન ઇલેક્ટ્રિક ક્રોસઓવર કાર Ioniq 5 લોન્ચ કરી છે. ત્યારે એક જ દિવસમાં આ 24,000 બુક થઈ છે. સાથે કિયા(Kia)મોટર્સે તેની ઇલેક્ટ્રિક કાર EV6 લોન્ચ થતા જ એક જ દિવસમાં 21,000 કાર ઓનલાઈન બુક થઈ ચુકી છે.
દક્ષિણ કોરિયન કાર ઉત્પાદક કિયા(Kia)એ તેની ઇલેક્ટ્રિક કાર EV6 30 માર્ચે લોન્ચ કરી છે. કંપનીનું પહેલું ઓલ-ઇલેક્ટ્રિક મોડેલ, આ કાર સંપૂર્ણ ચાર્જ પર 500 કિ.મી.ની ડ્રાઇવિંગ રેન્જ આપવા સક્ષમ છે. કંપનીએ ચાલુ વર્ષે આ કારના કુલ 30 હજાર યુનિટ વેચવાનું લક્ષ્યાંક બનાવ્યું છે.
800-વોલ્ટ સિસ્ટમવાળા લાંબા અંતરનાં મોડેલ એક જ ચાર્જ પર 510 કિ.મી.થી વધુની મુસાફરી કરી શકે છે, જે Ioniq 5ની 430 કિ.મી.ની ડ્રાઇવિંગ રેન્જથી વધુ છે.સાથે 18 મિનિટમાં 80 ટકા જેટલી બેટરી ચાર્જ કરવામાં આવે છે. EV6 માં અન્ય ઇલેક્ટ્રિક વ્હીકલ્સ કરતા વધુ સ્પેસ,ફીચર્સ અને શાનદાર ઈન્ટીરિયર છે.
EV6 કિયાની પહેલી ઇલેક્ટ્રિક કાર છે જે 11 ઇલેક્ટ્રિક વ્હીકલ્સ પ્લાન હેઠળ લોન્ચ કરવામાં આવી છે, જેને 2026 સુધીમાં સંપૂર્ણ માર્કેટિંગ રજુ કરવાની યોજના છે. કિયાના અન્ય ઇલેક્ટ્રિક વાહનના મોડેલો Niro અને Soul છે, જેને ગેસ અને હાઇબ્રીડ વેરિએન્ટથી લોંચ કરવામાં આવ્યા છે. EV6 બેટરી પેકના બે વિકલ્પ મળશે. એક માનક 58-કિલોવોટ-કલાક (kWh) બેટરી પેક અને લાંબી-રેન્જ 77.4 kWhપ્રતિ કલાક.
એક ઓનલાઈન વર્લ્ડ પ્રીમિયમ ઈવેન્ટમાં Kiaએ EV6ના તેની પેરેન્ટ્સ Hyundai Motor Groupના ઇલેક્ટ્રિક ગ્લોબલ મોડ્યુલરને એ જ પ્લેટફોર્મ (E-GMP) પર રજૂ કર્યું, જે પ્લેટફોર્મ પર Hyundai Boniq 5 ગયા મહિને લોન્ચ કરવામાં આવ્યો હતો. કિયાના પ્રેસિડેન્ટ સોંગ હો-સુંગે જણાવ્યું હતું કે, “EV6એ પહેલું પ્રથમ છે જે કિયાની ઓટોમેકરના રૂપથી એક ઈનોવેટિવ મોબિલિટી સોલ્યુશન્સ પ્રોવાઈડરના રૂપમાં ખુદને બદવાનો વજનની જાહેર કરી છે. EV6એ એક પ્રતીકાત્મક મોડેલ છે જે Kiaની મિડ-એન્ડ-લોન્ગ-ટર્મ પ્લાનને 2030 સુધી કુલ વેચાણના 40 ટકા ઈકો-ફ્રેન્ડલી મોડલનો રેશ્યો વધારવા માટે વિકસિત કરવામાં આવી છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ઇલેક્ટ્રિક કારની માંગ ઝડપથી વધી છે. પેટ્રોલના વધતા ભાવને કારણે ગ્રાહકો ઇલેક્ટ્રિક સેગમેન્ટ તરફ વળી રહ્યા છે. જો તમે વારંવાર પેટ્રોલ ભરવાની તકરારથી છૂટકારો મેળવવા માંગતા હો, તો તમે પણ ઇલેક્ટ્રિક કાર ખરીદી શકો છો. આ કારની કિંમત આશરે 30 લાખ રૂપિયાથી લઈને 36 લાખ રૂપિયા (ભારતીય ચલણમાં) હોઈ શકે છે.