ગોંડલ રોડ ચોકડીથી માધાપર ચોકડી સુધી બીઆરટીએસ ‚ટ પર ધનિષ્ઠ વૃક્ષારોપણ કરાશે
શહેરમાં વૃક્ષારોપણનું પ્રમાણ દિન પ્રતિદિન ચિંતાજનક રીતે ઘટી રહ્યું છે. દર વર્ષે ચોમાસા પૂર્વે હજ્જારોની સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે પરંતુ યોગ્ય જાળવણીના અભાવે બે ચાર ટકા વૃક્ષો ઉગે છે બાકી તમામ મુરજાઈ જાય છે. આ વર્ષે પણ મહાપાલિકાએ ચોમાસા પૂર્વે શહેરભરમાં એક લાખથી વધુ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ માટે સેવાકીય અને સામાજિક સંસ્થાઓ તેમજ પર્યાવરણપ્રેમી નાગરિકોનો સહયોગ લેવામાં આવશે. ગોંડલ રોડ ચોકડીથીમાધાપર ચોકડી સુધીના ૧૦.૭૦ કિ.મી.ના બીઆરટીએસ ‚ટ પર ધનિષ્ઠ વૃક્ષારોપણ કરવાનું આયોજન પણ ઘડી કાઢવામાં આવ્યું છે.
આ અંગે પ્રાપ્ત થતી ચોમાસાની સીઝન પૂર્વે વૃક્ષારોપણનું એક અભિયાન તરીકે ઉપાડવા માટે તાજેતરમાં મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની દ્વારા શહેરની સેવાકીય સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ અને પર્યાવરણ પ્રેમી નાગરિકો સાથે એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં ચાલુ સાલ શહેરમાં એક લાખથી વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નકકી કરવામાં આવ્યો છે. આ માટે સંસ્થાઓને મહાપાલિકા દ્વારા રોપા અને પાણી સહિતની સુવિધાઓ આપવામાં આવશે. સાથો સાથ સંસ્થાઓ પાસેથી વૃક્ષો ઉછેરની જવાબદારી પણ લેવામાં આવશે. બીઆરટીએસ ‚ટ પર સર્વિસ રોડ પર બન્ને સાઈડ વૃક્ષારોપણ કરવામાં આવશે અને ગ્રીનહરી વધારાશે. સાથે સોથા મહાપાલિકાની તમામ કચેરીઓમાં પણ મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરાશે.