ત્રણ રાજમાર્ગોને ડસ્ટ ફ્રી બનાવવા માટે બજેટમાં રૂ.૫ કરોડની જોગવાઈ
શહેરમાં નિયમિત સફાઈ થતી ન હોવાની ઢગલાબંધ ફરિયાદો કોલ સેન્ટરમાં રોજ નોંધાય છે છતાં મહાપાલિકાના પદાધિકારીઓ ખુબ જ સારા સપના જોઈ રહ્યા છે. મહાપાલિકા દ્વારા શહેરના ત્રણ રાજમાર્ગોને ડસ્ટ ફ્રી બનાવવા માટે બજેટમાં રૂ.૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટીના ભાગરૂપે ત્રણ નવા રસ્તાઓને ડસ્ટ ફ્રી બનાવવાનું આયોજન છે. જેમાં રેસકોર્ષ રીંગ રોડ, ગ્રીનલેન્ડ ચોકડીથી ત્રિકોણબાગ સુધીનો રસ્તો અને પુસ્કરધામ મેઈન રોડનો સમાવેશ થાય છે. આ રાજમાર્ગો પર મુખ્ય કેરેઝ-વે, સાઈકલ ટ્રેક, ડસ્ટબીન, પાર્કિંગ, સર્વિસ રોડ તેમજ અન્ય સુવિધા અર્બન ડિઝાઈનના ક્ધસેપ્ટને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે. આ પ્રોજેકટ માટે આગામી નાણાકીય વર્ષના બજેટમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ૧૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
પાણી વેરામાં આંશિક અને વાહનવેરામાં સંપુર્ણ વધારો સ્ટેન્ડિંગ મંજુર કરે તેવી સંભાવના
નવા ૭૫૦૦ આવાસ બનાવવા ૪૦૦ કરોડની જોગવાઈ
સૌને ઘરનું ઘર મળી રહે તે માટે મહાપાલિકા દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ આવાસ બનાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત વર્ષ ૨૦૧૮-૧૯માં નવા ૭૫૦૦ આવાસ બનાવવા માટે ૪૦૦ કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. સરકારની ફલેગશીલ આવાસ યોજના અંતર્ગત વિવિધ યોજનાઓ જેવી કે એફોર્ડેબલ હાઉસિંગ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પીપીપી, આઈએસએસઆર, ડીએલએસ અને સીએલએસએસના માધ્યમથી ગરીબ લોકોને આવાસ આપવાનું આયોજન છે. આ ઉપરાંત વ્યકિતગત આવાસ માટે નવું બાંધકામ કે હયાત બાંધકામમાં રીનોવેશન કરવા માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. જેમાં કુટુંબની વાર્ષિક આવક રૂ.૩ લાખથી ઓછી હોય તેમને ૩૦ ચો.મી. સુધીનો એરિયા ધરાવતું ઘર બનાવવા માટે જમીનની માલિકીના ચોકકસ આધાર પુરાવાઓ રજુ કરીને રૂ.૩.૫૦ લાખની સહાય મળી શકે છે. જેમાં રાજય સરકાર દ્વારા રૂ.૨ લાખ અને કેન્દ્ર સરકાર દ્વારા રૂ.૧.૫ લાખની સહાય મળવાપાત્ર થશે. તેમજ ઘરમાં સુધારા વધારા કરવા માટે રૂ.૩ લાખની સહાય મળવાપાત્ર થશે. જે અંતર્ગત રાજય સરકાર દ્વારા રૂ.૧.૫ લાખ અને કેન્દ્ર સરકાર દ્વારા રૂ.૧.૫ લાખની સહાય મળવાપાત્ર થશે. આ ઘટક માટે આધારકાર્ડ તેમજ બેંક એકાઉન્ટ હોવું ફરજીયાત છે. તેમજ આવાસ યોજનાને લગત કોઈપણ ઘટકનો લાભ મેળવેલ હોવો જોઈએ નહીં. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ ૩૦.૦૦ ચો.મી. કાર્પેટ એરીયા સુધીના મકાન બાંધકામ માટે સહાય મળવાપાત્ર થશે. પરંતુ જો લાભાર્થી પાસે વધારે જમીન ઉપલબ્ધ હોય અને ૩૦.૦૦ ચો.મી. કરતા વધારાના કાર્પેટ એરિયાનું બાંધકામ કરવા જો તેઓ ઈચ્છતા હોય તેવા કિસ્સામાં ૩૦.૦૦ ચો.મી. સુધીના કાર્પેટ એરિયાનું બાંધકામ પૂર્ણ કર્યા બાદ કમ્પ્લીશન સર્ટીફીકેટ મેળવ્યા બાદ તેઓ વધારાનું બાંધકામ સ્વખર્ચે કરી શકે છે.