થ્રિડી આર્ટ , ફોર્ડી આર્ટ , રિફલેકટીવ જેલ, કેટ આઈ ઇફેક્ટ, જવેલરી આર્ટ, ડાયમંડ આર્ટ ,મેરેજ રિલેટેડ હેસ્ટેગ , બ્રાઇડ-ગૃમ ફીચર્સ વગેરે સહિત વિવિધ 100થી વધુ નેઇલ આર્ટ

Untitled 2 3

શહેરની એક યુવતી નેઇલ આર્ટ પાછળ કરે છે રૂપિયા 900 થી 7000 સુધીનો ખર્ચ

 

અબતક, ઋષિ દવે, રાજકોટ.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત અભિયાનને સમગ્ર દેશમાં વેગ મળ્યો છે ત્યારે રાજકોટની માત્ર 18 વર્ષની યુવતી બની છે આત્મનિર્ભર અને મહિને પોતાની નેઇલ આર્ટ કલા દ્વારા કમાઈ રહી છે રૂપિયા 30 હજાર. વાત છે રાજકોટ શહેરમાં રહેતી 18 વર્ષીય યુવતી ખુશી બુટાણીની.રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં યુવતીઓમાં નેઇલ આર્ટનો ક્રેઝ ખુબજ વધ્યો છે. ખુશી પોતાની નેઇલ આર્ટની કલા વડે મહિને કમાઈ રહી છે રૂપિયા 25 થી 30 હજાર. કોરોના મહામારી દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર બનવાના આહવાનથી પ્રેરાઈને ખુશીએ આત્મનિર્ભર બનવાનું નકકી કર્યું અને માત્ર એક જ મહિનામાં નેઇલ આર્ટ શીખી શરૂ કરી દીધો પોતાનો બિઝનેસ.દરેક માતા-પિતાએ પોતાના સંતાનોમાં છુપાયેલ કલાને શોધીને તે ફિલ્ડમાં તેને આગળ વધારવામાં સપોર્ટ કરવો જોઈએ.

યુવતિઓએ પોતાની આવડત મુજબ આત્મનિર્ભર બનવુ જ જોઈએ : ખુશી બુટાણી

vlcsnap 2021 11 23 18h23m11s882

ખુશી બુટાણીએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તે હાલમાં કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહી છે .અભ્યાસની સાથે સાથે નેઇલ આર્ટ સ્ટુડિયો પણ તે ચલાવે છે..નાનપણથી ખુશીને ડ્રોઇંગ અને પેઇન્ટિંગનો ખુબજ શોખ હતો.કોવિડ દરમ્યાન પ્રધાનમંત્રી દ્વારા આત્મનિર્ભર ના આહવાનથી પ્રેરાઇને પોતાનો બિઝનેસ શરૂ કરવાનો વિચાર કર્યો જેમાં માતા પિતા એ ખુબજ સાથ આપ્યો હતો..થ્રિડી આર્ટ , ફોર્ડી આર્ટ , રિફલેકટીવ જેલ, કેટ આઈ ઇફેક્ટ, જવેલરી આર્ટ, ડાયમંડ આર્ટ ,મેરેજ રિલેટેડ હેસ્ટેગ , બ્રાઇડ-ગૃમ ફીચર્સ વગેરે સહિત વિવિધ 100થી વધુ નેઇલ આર્ટ ખુશી કરી શકે છે.બિઝનેસની સાથે પોતે અન્ય યુવતીઓને નેઇલ આર્ટની ટ્રેઇનિંગ પણ આપી રહી છે .ખુશી નું એક સ્વપ્ન છે કે પોતે જે પ્રકારે આત્મનિર્ભર બની પરીવારનું ગુજરાન ચલાવી શકે છે એ જ પ્રકારે અન્ય યુવતીઓ પણ પોતાની જાત મહેનતે દર મહિને કમાણી કરે.

મારી દિકરી મારા ઘરનું ગુજરાન ચલાવી શકે તેટલી સક્ષમ બની : દિપા બુટાણી

vlcsnap 2021 11 23 18h23m31s264

ખુશીના માતા દિપા બુટાણી પણ વર્ષોથી બ્યુટી ફિલ્ડ સાથે જોડાયેલ છે. દિકરી ખુશીની પ્રગતિ જોઈ દીપા બહેન ખુબજ ખુશ છે.દિપા બૂટાણીએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં દિપા બહેને જણાવ્યું હતું કે માત્ર 18 વર્ષની ઉંમરમાં પોતાની દીકરી જાત મહેનતે જિંદગીની સફળતાનાં શિખરો સર કરવા લાગી છે. માતા પિતા એ પોતાના સંતાનોમાં પડેલી કલા અને તેમની કોઈ પણ કામ પ્રત્યેની રૂચિ સમજીને તેમને સપોર્ટ કરવો જોઈએ અને બનતી તમામ મદદ કરવી જોઈએ.આજે અમે કાંઈ પણ કામ ન કરીએ તો પણ મારી દીકરી મારા ઘરનું ગુજરાન ચલાવી શકે તેટલી સક્ષમ બની છે તેનો મને ગર્વ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.