કેબીનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરાશે ઉદ્ઘાટન
રાજકોટ મહાનગરપાલિકા આયોજીત “ગાર્ડન એક્ઝિબિશન- ફ્લાવર શોનું ઉદઘાટન આવતીકાલે કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે થશે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ તા બાગ-બગીચા અને ઝુ કમિટી ચેરમેન દેવુબેન જાદવે જણાવ્યું હતું કે, મહાપાલિકા દ્વારા તા.૦૧/૦૨ થી તા.૦૪/૦૨ કુલ ૪ દિવસ બહુમાળી ભવન સામે, ક્રિકેટ સ્ટેડીયમ સ્ટેડીયમ ની બાજુના બગીચામાં ગાર્ડન એક્ઝિબિશન- ફ્લાવર શોનું આયોજન કરવામાં આવેલ છે.
આ ફ્લાવર શોમાં વિવિધ જાતના રંગ બે રંગી પુષ્પો, લતાઓ, પુષ્પોથી બનાવાયેલા પ્રાણીઓ-પક્ષીઓની પ્રતિકૃતિઓ, અવનવા આકારો, મેન્ક્રીચર્સ, અક્વેતિક પ્લાટ્સ, કેકેટસ,બોનસાઈ, ઓર્કિડ-વેરાયટી, કલરફુલ ફોલીયેઝ પ્લાટ્સ, પેરેનીયલ પુષ્પોરૂપામ વેરાયટી, મલ્ટી કલ રોઝ વેરાયટી, જેરોફાયટિક પ્લાટ્સ, સક્યુલટ્સ, બલ્બીસ પ્લાટ્સ, જ્યુંનીપેરસ પ્લાટ્સ, મેડિસિનલ પ્લાટ્સ તેમજ અવનવા પુષ્પો વિગેરેની અંદાજે ૭૦ થી વધુ જાતના પ્લાટ્સ વિગેરેી સુશોભન કરવા સાથે સા સૌરાષ્ટ્રના મુગટ સમાન અને આપણી સંસ્કૃતિના ધરોહર સોમના મહાદેવ મંદિરના ત્રિ-પરિમાણીક, પ્રતિકૃતિ પુષ્પોથી સજાવટ કરી અને આકર્ષણનું કેન્દ્ર ઉભું કરવામાં આવશે.
આ ઉપરાંત વન્યજીવો અને પ્રકૃતિના સમન્વયને તાદસ કરવાના ભાગરૂપે વન વિભાગના વહીવટી સહકારી “અરણ્ય-ડોમ બનાવી અને વન્યજીવોની ઓળખ અને તેના પ્રદૃતિક મહત્વ આપવાના પ્રયાસ કરવામાં આવશે સાથે સા આપણા પ્રાણી સંગ્રહાલયના ઝુ-ઇન્ટરપ્રીટેશન ની કૃતિઓ રાખવામાં આવશે.
આ ફ્લાવર-શોમાં પુષ્પોની વિવિધ પ્રકારની પ્રતિકૃતિઓ (સ્કલ્પચર્સ) સાથોસા સૌરાષ્ટ્રના ગ્રામ્ય જીવનની ખેતીના ઝાંખી રૂપ વાહન “બળદગાડું અને હાલના રાજકોટની આગવી ઓળખ સમાન પરિવહનમાં ઉપયોગમાં લેવાતા છકડો રીક્ષાને પણ સુશોભિત કરી પ્રદર્શનમાં રાખવામાં આવશે.
જેમાં અધ્યક્ષ સને મેયર ડો. જૈમન ઉપાધ્યાય ઉપસ્તિ રહેશે. આ પ્રસંગે પૂર્વ કૃષિ મંત્રી મોહનભાઈ કુંડારીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ભીખાભાઈ વસોયા, પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, મ્યુનિ. કમિશનર બંછાનિધી પાની, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીવન કોમર્શીયલ બેંકના એમ.ડી. નરેન્દ્રસિંહ જાડેજા, નવરંગ નેચર કલબ પ્રમુખ વી.ડી.બાલા, માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ વિજયભાઈ ડોબરીયા, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, દંડક રાજુભાઈ અઘેરા, તેમજ આ ફ્લાવર શોમાં રાજ્ય-શહેરમાંથી નર્સરીઓના સંચાલકો તેમજ પર્યાવરણ પ્રેમીઓ વિગેરે ઉપસ્તિ રહેશે.