પત્ની રીસામણે બેઠી હોવા છતાં યુવાને ગામની યુવતી સાથે  પ્રેમલગ્ન કરતા બે પરિવાર વચ્ચે ચાલતા મન દુ:ખના કારણે ત્રણ મહિલા સહિત છ શખ્સોએ કર્યો હુમલો

કાલાવડ તાલુકાના સોરઠા ગામે રહેતા યુવાને પ્રેમલગ્ન કર્યા હોવાનું ચાલતુ મન દુ:ખના કારણે ગામમા રહેતી ત્રણ મહિલા સહિત છ શખ્સોએ યુવાન પર ઘાતક હથિયારો વડે હુમલો કરી માામાં ગંભીર ઈજા કરતા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ત્રણ મહિલા સહિત છ સામે ગુનો નોંધાયો છે.

આ અંગેની પોલીસમાથી પ્રાપ્ત માહિતી મુજબ કાલાવડના સોરઠ ગામે રહેતા કાળુભાઈ ભગાભાઈ સોરીયા (ઉ.૬૦) નામના વૃદ્ધે તાલુકા ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેનો દિકરો કિશોરના લગ્ન રંજન સાથે થઈ ગયા હોય અને તે હાલ તેના માવતરના ઘરે રીસામણે બેઠેલી હોય તેમ છતાં કિશોરે તેના જ ગામના વનરાજ મનુ ઝરમરીયા નામના યુવાનની બહેન ઉષા સાથેત્રણ વર્ષ પહેલા પ્રેમલગ્ન કરી લીધા હોય જે બાબતનું બન્ને પરિવાર વચ્ચે મન દુ:ખ ચાલતું હોય ગઈકાલે કિશોર ગામમાં હતો ત્યારે જૂના મન દુ:ખનો ખાર રાખી કાન્તી ભીખા ઝરમરીયા, વનરાજ મનુ ઝરમરીયા, અશ્વિન વલ્લભ ઝરમરીયા, ઢબુબેન વલ્લભ અને શારદા મનુ તથા હકુ ભીખા સહિત છ શખ્સોએ લાકડાના ધોકા અને પાઈપ સહિતના ઘાતક હયિારો વડે ગેરકાયદે મંડળી રચી કિશોર પર હુમલો કરી માામાં ગંભીર ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા.  બનાવના પગલે યુવાનને ગંભીર હાલતમાં સારવારમાં કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગેની જાણ કાલાવડ તાલુકા પોલીસમાં કરવામાં આવતા પોલીસે ખૂની હુમલાના બનાવમાં સોરઠા ગામની ત્રણ મહિલા સહિત છ શખ્સો સામે યુવાન પર જીવલેણ હુમલો કર્યાનો ગુનો નોંધી તેની શોધખોળ આદરી છે

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.