દેશના ઇતિહાસના પ્રથમ વાર એક સાથે 38 હરામીઓને ફાંસીની સજા
ખુદા કે ઘર દેર હૈ…અંધેર નહી હૈ… અમદાવાદ બ્લાસ્ટ કેસમાં ભલે 13 વર્ષે ચુકાદો આવ્યો. પણ આ ચુકાદો એવો આવ્યો છે કે ધાક બેસી જાય. દેશના ઇતિહાસના પ્રથમ વાર એક સાથે 38 હરામીઓને ફાંસીની સજા ફરમાવવામાં આવી છે.
અમદાવાદ બ્લાસ્ટ કેસમાં ઐતિહાસિક ચુકાદો આવ્યો છે. જેમાં દેશના ઈતિહાસમાં પ્રથમવાર 38 દોષિતોને ફાંસીની સજા આપવામાં આવી છે. તેમાં કોર્ટે રેરેસ્ટ ઓફ ધ રેર કેસ માન્ય રાખ્યો છે. તથા મૃતકોના પરિજનોને રૂ.1 લાખનું વળતર, બ્લાસ્ટમાં ઘાયલોને રૂ.50 હજારનું વળતર, સામાન્ય ઈજામાં રૂ.25 હજારનું વળતર આપવા જણાવ્યું છે. જેમાં દોષિતોને 2.85 લાખનો દંડ, મૃતકના પરિવારજનને રૂ.1 લાખનું વળતર આપવા જણાવ્યું છે.
કોર્ટે એક સિવાય તમામ દોષિતોને 2.85 લાખનો દંડ ફટકાર્યો અને આરોપી નંબર 07ને 2.88 લાખનો દંડ કર્યો છે. આ દંડની રકમમાંથી મૃતકોને 1 લાખ રૂપિયાનું વળતર, વધુ ઇજાગ્રસ્તને 50 હજાર વળતર અને સામાન્ય ઈજાગ્રસ્તને 25 હજારનું વળતર ચૂકવવા આદેશ કરાયો છે.
બ્લાસ્ટ કેસમાં દોષિત ઠરેલા 49 આરોપીઓને ચુકાદાની નકલ અપાશે. એક આરોપીને આશરે 6900 પાનાના ચુકાદાની નકલ અપાશે. એટલે કે, 49 આરોપીઓને કુલ 3,38,100 પાનાની ચુકાદાની નકલ અપાશે. આમ તપાસનીશ એજન્સી દ્વારા કુલ 547 ચાર્જશીટ દાખલ કરાયા છે, જેમાં એક ચાર્જશીટમાં 7000 પાનાનો ઉપયોગ કરાયો છે, એટલે ચાર્જશીટમાં કુલ 38,29,000 લાખ પેજ વપરાયા હતા. આમ અત્યાર સુધી 50,00,000 પાનાનો ઉપયોગ થયો છે.