સામગ્રી
૧ કપ બેસન
૧/૨ કપ માવા ખોયા
૧/૨ કપ કંડેન્સ મિલ્ક
૧/૪ કપ પાવડર શુગર
૧ ચમચી કાપેલા કાજુ
૨ ચમચી ઘી
૧ ચમચી ઈલાયચી પાવડર
રીત
૧.એક કડાઈમાં ઘી ગરમ કરો, અને તેમાં કાપેલા કાજુના ટુકડા નાખીને ગોલ્ડન બ્રાઉન કરો અને પછી એક બાજુ પ્લેટમાં કાઢી રાખી લો.
૨. હવે તે જ કડાઈમાં બેસન નાખીને થોડો ભૂરો થાય ત્યા સુધી સાંતળો.
૩. જ્યારે બેસનમાંથી ઘી અલગ થઈ જાય અને બેસનની સારી સુગંધ આવવા લાગે ત્યારે, બેસનને આંચ પરથી નીચે ઉતારીને ઠંડો થવા રાખી દો.
૪. જ્યાં સુધી બેસન ઠંડો થાય ત્યાં સુધી તમે કડાઈમાં ખોયાને નાખીને ૨-૩ મિનિટ સુધી ગરમ કરી લો, જેનાથી તે થોડા ઢીલા થઈ જશે.
૫. તેના પછી તેમાં કંડેસ મિલ્ક અને પાવડર શુગર મિક્સ કરો.
૬. હવે તેમાં ઈલાયચી પાવડર, તણેલા કાજુના ટુકડા અને બેસન તથા ખોયા મિક્સ કરો.
૭. હવે કડાઈને ધીમી આંચ પર રાખો અને તેમાં બેસન અને ખોયાના મિશ્રણને નાંખીને હલવાતા રહો.
૮. જ્યારે તે મિશ્રણ કડાઈને ચોટવાનું બંધ થાય ત્યારે તેને નિકાળીને એક ઘી લગાવેલી થાળીમાં નાખીને ફેલાવી દો.
૯. મિશ્રણ સૂકાયા પછી તેને છરીથી મનપંસદ આકારમાં કાપી લો.
૧૦. તમે ઈચ્છો તો બરફી ને ૩૦ મિનીટ કે ૧ કલાક માટે ફ્રિજમાં પણ રાખી શકો છો.