મનપા-પોલીસની સંયુક્ત કામગીરી
15થી વધુ રેકડી 25થી વધુ પાથરણા સહિત ત્રણ મોટા ટ્રેક્ટર ભરીને માલ જપ્ત કરાયો
પાંચ હાટડી વિસ્તારમાં ગેરકાયદે ખડકાયેલા 15 ઓટલાના દબાણો દૂર કરાયા
જામનગર મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા બર્ધનચોક વિસ્તાર ના દબાણો દૂર કરવા માટેનું મેગા ઓપરેશન હાથ ધર્યું હતું, અને ખુદ જિલ્લા પોલીસવડા મેદાનમાં ઉતર્યા હતા. ભારે પોલીસની હાજરીમાં મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા એ મોટા પ્રમાણમાં રેકડી- કેબીનો સહિતના દબાણો દૂર કર્યા છે, અને મોટા ટ્રેક્ટર વાળી ટ્રોલી સાથે ના ત્રણ વાહનોમાં માલ સામાન જપ્ત કરીને મહાનગરપાલિકા ની કચેરીમાં જમા કરાવી દેવાયો છે. આ વેળાએ ભારે નાશભાગ મચી ગઈ હતી, અને આખરે બર્ધનચોક નો વિસ્તાર ખુલ્લો કરી દેવાયો છે. સાથો સાથ કાલાવડ નાકા બહાર અનેક ખાણીપીણીના ધંધાર્થી- હોટલના સંચાલકો દ્વારા મોટા ઓટલા ખડકી દેવાયા હતા, તેવા 15 જેટલા ઓટલાના દબાણો પણ દૂર કરી લેવાયા છે.
જામનગરના શહેરનાં બર્ધન ચોક વિસ્તારમાં રેકડી અને પથારા વાળાઓ આડેધડ ખડકાઈ જતા હોવાથી ટ્રાફિક સમસ્યા સર્જાય છે. પરિણામે મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે દબાણ હટાવ ઝુંબેશ સતત ચલાવાતી રહે.છે.
ફરી એક વખત દબાણ હટાવ ઝુંબેશ બપોર પછી હાથ ધરવા માં આવી હતી, જેમાં 15 રેકડી જપ્ત કરવામાં આવી હતી તેમજ 25 પથારાવાળા- ફેરિયાઓ નો માલસામાન જપ્તી મા લેવામાં આવ્યો હતો. જેના મોટા ત્રણ ટ્રેક્ટર ભરાયા હતા.આજે દબાણ હટાવ ઝુંબેશ મા મહાનગર પાલીકા નાં અધિકારી સાથે ખુદ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ જોડાયા હતા.
જામનગર મહા નગરપાલિકાના કમિશનર ડી એન મોદી ની સૂચના થી એસ્ટેટ શાખાના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા , એસ્ટેટ અધિકારી એન. આર દીક્ષિત, સુનીલ ભાનુશાલી ,યુવરાજસિંહ જાડેજા, તેમજ એસ્ટેટ શાખા નો વિશાળ કાફલો જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તેમજ વિશાલ પોલીસ કાફલો બર્ધનચોક વિસ્તારમાં ઉતરી પડ્યો હતો. આ દબાણ હટાવ ઝુંબેશ ને લઈને ફેરિયાઓમા નાસભાગ મચી જવા પામી હતી.દરરોજ સર્જાતી ટ્રાફિક સમસ્યા નાં નિવારણ માટે આજે ફરી એક વખત દબાણ હટાવ કામગીરી હાથ ધરવા માં આવી હતી.અને અનેક રેકડી તેમજ પથારાવાળા ફેરિયા નો માલસામાન કબ્જે કરવામાં આવ્યો હતો.
કેટલાક દુકાનદારો દ્વારા લોખંડની જાળીઓ મૂકી દેવામાં આવી હતી, તેવી 40 થી વધુ લોખંડની જાળી પણ કબજે કરી લેવા માં આવી છે. અને રસ્તો ખુલ્લો કરાવાયો હતો . બર્ધનચોક થી માંડવી ટાવર સુધી આ કામગીરી કરવા માં આવતા ફેરિયાઓ મા દોડધામ મચી જવા પામી હતી.
આ પછી કાફલો કાલાવડ નાકા બહાર નાં વિસ્તાર મા પહોંચ્યો હતો, અને ત્યાં પણ જાહેર માર્ગ ઉપર નાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. કેટલાક દુકાનદારો દ્વારા પોતાની દુકાન ની બહાર નાના મોટા ઓટલાઓ ખડકી દેવાયા હતા, તેવા 15 ઓટલાના દબાણો પોલીસની હાજરીમાં દૂર કરી લેવામાં આવ્યા છે, અને ત્યાં પણ રસ્તો ખુલ્લો કરાવવામાં આવ્યો છે.