ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રના આઠ જિલ્લામાં ક્ધટ્રોલ રૂમ શરૂ કરાયો

સૌરાષ્ટ્ર-કચ્છમાં બિયરમેય વાવાઝોડુ ત્રાટકવાની દહેશત રહેલી છે.જ ેના માટે તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. આજથી બે દિવસ અનેક જિલ્લામાં શાળા કોલેજ અને ધંધા ઉઘોગ બંધ રાખવાની ઘોષણા કરવામાં આવી છે. દરમિયાન વિરપુર નજીક આવેલું ખોડલધામ મંદિર આજથી બે દિવસ માટે દર્શનાર્થીઓ માટે બંધ રાખવાની ઘોષણા કરવામાં આવી છે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રાજકોટ સહિત આઠ જીલ્લાઓમાં ક્ધટ્રોલ રૂમ શરુ કરી દેવામાં આવ્યા છે.

બિપોરજોયગ વાવાઝોડાના કારણે દર્શનાર્થીઓની સુરક્ષાને ઘ્યાનમાં રાખી સરકારના આદેશ અનુસાર આજે અને આવતીકાલે ખોડલધામ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. દરમિયાન સરકારના નવા આદેશ બાદ મંદિર ખોલવા અંગે નિર્ણય લેવામાં આવશે. વાવાઝોડામાં લોકોને મદદરુપ થવા માટે રાજકોટ, જામનગર, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ, મોરબી અને ગીર સોમનાથ જિલ્લામાં ક્ધટ્રોલ રૂમ ખોલડધામ ટ્રસ્ટ દ્વારા શરુ કરવામાં આવ્યા છે. વધુ માહીતી માટે મો. નં. 98797 99333 અથવા 85111 21248 ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.