1200 થી વધુના મુલ્યની ર00 કીટનું વિતરણ
રાજકોટ એટલે સેવાની તપોભૂમિ સમાન સૌરાષ્ટ્રની આ ધીંગી ધરા છે. રાજકોટની ધરતી હંમેશ માટે સેવાને જ ઉજાગર કરી છે અને સેવાના અનેકતા ઉદાહરણો પુરા પાડયા છે. ત્યારે કહેવાય છે કે રાજકોટ ની માટી જ કંઇ અનોખી છે. અને ત્યારે એ સેવાની સરવાણીઓ વહાવતા ખોડલધામ ટ્રસ્ટ અનેક સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલું છે સાથે સાથે ગ્રુપ લેઉવા પટેલ સોશ્યલ ગ્રુપ મવડી પણ સેવાની પ્રવૃતિઓ કરી રહ્યું છે. અમારા સૌ કોઇના માર્ગદર્શક અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન માન્ય નરેશભાઇ પટેલ સાહેબની પ્રેરણાથી અને લેઉવા પટેલ સોશ્યિલ ગ્રુપ મવડીના ચેરમેન જીતુભાઇ સોરઠીયાના માર્ગદર્શનથી ખોડલધામ મહિલા સમિતિના સુમીતાબેન કાપડીયા તથા લેઉવા પટેલ સોશ્યલ ગ્રુપના સવિતાબેન સભાયાના સંચાલનથી સેવાના સમર્પણના સુંદર મજાના કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું છે.
જેમાંની સહાય વિધવા બહેનોને માટે કીટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ સેવાના સમર્પણમાં કાર્યક્રમમાં નીસહાય વિધવા બહેનોનેને સહારો પુરો પાડવા માટે એક અનાજ કીટ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલા સુમીતાબેન કાપડીયાએ જણાવ્યું હતું એક મહિના સુધી ચાલે તેટલું રાશન આપવામાં આવ્યું છે. લગભગ 1200 થી વધુના મૂલ્યની આ એક કીટનું વિતરણ એવી ર00 કીટનું વિતરણ કરવામાં આવનાર છે.
આગામી તારીખ અગામી તારીખ 5-3-23 ને રવિવારે સાંજે ચાર વાગ્યાથી સોરઠીયા પરિવારની વાડી મવડી રોડ રાજકોટ રાજકોટ ખાતે આ કીટ વિતરણ ની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમ જેમના નેજા હેઠળ સંચાલન હેઠળ થઇ રહ્યો છે એવા ખોડલધામ મહિલા સમીતીના મુખ્ય સુમિતાબેન કાપડીયા તથા લેઉવા પટેલ સોશિયલ ગ્રુપ મવડી
ના મુખ્ય સવિતાબેન સભાયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે રહ્યો છે અનેક બહેનો જહેમત ઉડાવી રહ્યા છે.